ETV Bharat / state

Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો

author img

By

Published : Jun 15, 2023, 8:44 PM IST

Updated : Jun 15, 2023, 10:29 PM IST

ગુજરાતના તટ પર બિપરજોય વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થઈ ચુક્યું છે. લેન્ડફૉલ થતાં જ તેના વિનાશક અસરો વર્તાવાનું શરૂ થઈ ગયું છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે તેમજ ભયંકર પવન સાથે વરસાદ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થતાં અંધારપટ છવાયો છે.

લેન્ડફૉલ થતાં જ તેના વિનાશક અસરો
લેન્ડફૉલ થતાં જ તેના વિનાશક અસરો

લેન્ડફૉલ થતાં જ તેના વિનાશક અસરો

દ્વારકા: ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં તાલુકામાં બિપરજોય વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતા દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જેની અસર આગામી ત્રણથી પાંચ કલાક સુધી જોવા મળશે. દરિયાકાંઠે હાલ તોફાની પવન અને વરસાદ વરસી રહ્યો છે. જખૌમાં વાવાઝોડુ લેન્ડફોલ થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઓખામાં વાવાઝોડાની તબાહી શરૂ ગઈ છે.

ઓખામાં સમુદ્ર ગાંડોતુર: ઓખામાં સમુદ્ર ગાંડોતૂર બન્યો છે જેના દૃશ્યો મહાભયાનક છે. દ્વારકાના ઓખામાં સમુદ્ર ગાંડોતૂર થયો છે. ગોમતી ઘાટ પરના બધા મંદિર માં સમુદ્રી પાણી ઘુસ્યા આવતા છે. રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.વાવાઝોડાના કારણે દ્વારકામાં વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. દિવાલો તૂટી પડી છે. રસ્તાઓ પરના હોર્ડિંગ ફાટીને તૂટી પડ્યા છે, મકાનોના છાપરાઓ ઉડ્યા છે.

વીજળી પુરવઠો ઠપ: સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. તંત્ર પણ પોતાની બધી અલગ અલગ ટીમ સાથે ચુસ્તપણે એલર્ટ મોડમાં છે. દ્વારકા, ભાટિયા, ખંભાળિયાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ઠપ થઈ ગઈ ચૂક્યો છે. બીજી તરફ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પટાંગણમાં મહાકાય વૃક્ષ જમીનમાંથી ઊખડી ગયું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે.

ગોમતીઘાટ પાણીમાં ગરકાવ: ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા લાંગરેલી બોટ ઊંધી વળી ગઈ હતી. દરિયાએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાના ગોમતીઘાટ પાસે પાણીનું સ્તર વધતા ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દ્વારકા વાવાઝોડાની અસરો શરૂ થઈ છે. ત્યારે પવન સાથે જોખમી મોજા ઉછળી રહ્યાં છે. પવનની ઝડપને કારણે વીજપોલ અને વૃક્ષો નમી પડ્યા છે તેમજ પવન વચ્ચે વર્ષો જૂના વૃક્ષો જોલા ખાતા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

  1. Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકિનારે ટકરાયું બિપરજોય, CMએ સ્થિતિની સમીક્ષા કરી
  2. Cyclone Biparjoy: બિપરજોય સામે સરકારની તૈયારીઓ કેવી? જુઓ તમામ વિભાગો દ્વારા કેવી તૈયારીઓ કરાઈ
Last Updated : Jun 15, 2023, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.