ETV Bharat / state

Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત

author img

By

Published : Jun 15, 2023, 4:36 PM IST

સુરતમાં વાવાઝોડાના ભારે પવનના પગલે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ સુરતના ડુમસ અને સુવાલી બીચ લોકોની સલામતી માટે બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે હાલ શહેરમાં ભારે પવનને ફૂંકાતા ઇન્ચાર્જ કલેક્ટરનું મહત્વનું નિવેદન આપ્યું છે.

Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત
Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત

સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી

સુરત : ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારે મંડરાઇ રહેલા વાવાઝોડાને લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો કેટલીક જગ્યા એ વરસાદી ઝાપટા અને વૃક્ષો પણ ધરાશાયી છે, આ ઉપરાંત વાવાઝોડાને લઈને દરિયાકિનારે વસતા લોકોને સ્થાળાતંર પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ ડુમસ અને સુવાલી દરિયાકિનારો લોકોની સલામતી માટે બંધ રાખીને પોલીસ રાખવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે સુરત જિલ્લા ઇન્ચાર્જ કલેકટરે કહ્યું છે કે, હાલ 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

બિપરજોય વાવાઝોડું સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે, પરંતુ તેની અસરના કારણે હજી પણ 40થી 50 કીમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ અસર આવતીકાલ સુધી રહેશે, પરંતુ આપણે ત્યાં વાવાઝોડું આવાની શક્યતાઓ નથી. તેમાં છતાં આપણે ડુમસ, સુવાલી અને ડભારી બીચ લોકોના સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો છે. આપણે ત્યાં રોરો ફેરીની સર્વિસ છે તે પણ હાલ બંધ કરવામાં આવી છે. તે હજી પણ બે દિવસ સુધી બંધ રાખવામાં આવશે અને હાલ ભારે પવનો ફૂંકાય રહ્યા તે આવતીકાલ સુધી રહેશે, ત્યારબાદ તેની ગતિમાં ઘટાડો થશે. - બી.કે. વસાવા (સુરત જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર)

વાવાઝોડાની શહેર પર અસર : ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડું સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ તેની અસરના કારણે હજી સમગ્ર સુરત શહેરમાં 40થી 50 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યા છે, જેને કારણે સુરતમાં ઠેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ક્યાંક રસ્તાઓ પર તો ક્યાંક પાર્ક કરવામાં આવેલી ગાડીઓ પર છેલ્લા 5 દિવસ એટલે કે 11 તારીખથી લઇ 15 તારીખ સુધી સુધીમાં કુલ 86 વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં 6 વૃક્ષો પાર્ક કરવામાં આવેલી ગાડીઓ પર પડતા નુકશાન થયું છે. મહત્વની બાબત એ છે કે, આ ઘટનાઓમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.

  1. Cyclone Biparjoy: કચ્છમાં ખીદરત ટાપુ પર ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર લવાયા
  2. Cyclone Biparjoy: વાવઝોડાનાં ખતરાને દૂર કરવા શ્રદ્ધાળુઓ પહોંચ્યા મહાદેવના શરણે
  3. Cyclone Biparjoy: બચાવ કાર્ય માટે અમદાવાદથી આવી પહોંચી ફાયરની ટીમ, આધુનિક સાધનો સાથે તૈયાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.