ગુજરાત

gujarat

Crime in Banaskatha: ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

By

Published : Apr 2, 2022, 8:47 PM IST

ખારી પાલડીના ગુમશુદા યુવકને ભુતેડી પાસે દાટી દેવાયેલો મૃતદેહ(Buried deadbody) મળી આવતા ચકચાર મચી ગયો છે. આ મેહુલ ઠાકોર નામના યુવકની હત્યાના મામલમાં બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીની ધરપકડ કરી છે.

Crime in Banaskatha: ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર
Crime in Banaskatha: ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

બનાસકાંઠા:જિલ્લાના ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મેહુલ ઠાકોર નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. બનાસકાંઠા પોલીસે(Banaskantha Police) ટેકનિકલ સર્વેલન્સને આધારે(Police based on technical surveillance) પોલીસે આરોપીની ધરપકડ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલતી પોલીસ - બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો(Extremely backward district) માનવામાં આવે છે જેના કારણે દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા, આત્મહત્યા અનેઅપહરણના ગુનામાં સતત વધારો(Constantly increasing in criminal incidents) થઈ રહ્યો છે. આજે લોકો પૈસાની લેવડદેવડ અથવા તો અંગત અદાવતમાં હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. વારંવાર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થતાં હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે મૃતદેહને શોધી કાઢી અને ટ્રેક્ટર પણ કબજે કર્યું હતું જ્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ પણ વાંચો:Murder Case in Ahmedabad: બાળપણના મિત્રે જ મિત્રની હત્યા કરી, વાહન અથડાવવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી

ભાભરના યુવકની હત્યા - જિલ્લામાં વધતા જતા હત્યાના કેસ વચ્ચે વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. ભાભરમાં રહેતા મેહુલ ઠાકોરની હત્યા કરનાર આરોપી પાસે JCB હતું, તે જેસીબી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો હતો. આ કામ માટે માટી ઉપાડવા ટ્રેક્ટરની જરૂર(Need a tractor to lift soil) હતી. આ કારણોસર ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મેહુલ ઠાકોરને અહીં ટ્રેક્ટર સાથે બોલાવાયો હતો. જોકે ત્યાર બાદ આરોપી કલ્પેશ રાજપૂતે મેહુલ ઠાકોર નામના યુવકની હત્યા કરી હતી. ત્યારબાદ ટ્રેકટરને સંતાડી દીધું હતું(tractor was hidden) અને મૃતદેહ દાટી દીધો હતો.

આ પણ વાંચો:Surat Murder Crime 2022 : સુરતમાં નજીવી બાબતે મિત્રે કરી મિત્રની હત્યા

આરોપીની અટકાયત કરાઈ - ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મેહુલ ઠાકોર નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ સર્વેલન્સને(Technical Surveillance) આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. આરોપીની પૂછતાછમાં લૂંટ અને ચોરીને લઈને આ યુવકની હત્યા કરી હતી. ભાભરથી માટીના કોન્ટ્રાક્ટ માટે ટ્રેક્ટર સાથે લાવેલા યુવકની હત્યા કરી તેને દાટી દેવામાં આવ્યો હતો જે બાદ યુવકની શોધખોળ કરતા યુવક ન મળતા આ અંગે પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે મૃતદેહને શોધી કાઢી અને ટ્રેક્ટર પણ કબજે કર્યું હતું જ્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details