ગુજરાત

gujarat

અનાજ વિતરણમાં વંચિત રહેલા લાભર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠ્વ્યું

By

Published : Apr 29, 2020, 5:58 PM IST

સરકાર દ્વારા APL-1 અને BPL કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારના અમુક લોકો વાહન સુવિધાના અભાવે આ લાભથી વંચિત રહ્યા હતા. જેથી આ અંગે ગાંધીનગર વિભાગના મોડાસા સ્વદેશ જાગરણ મંચ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અનાજ વિતરણમાં વંચિત રહેલા લાભર્થીઓને લાભ આપવા મોડાસા સ્વદેશ જાગરણ મંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠ્યુ
અનાજ વિતરણમાં વંચિત રહેલા લાભર્થીઓને લાભ આપવા મોડાસા સ્વદેશ જાગરણ મંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠ્યુ

અરવલ્લીઃ સરકાર દ્વારા APL-1 અને BPL કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રેશન કાર્ડના છેલ્લા આંકડા મુજબ અનાજ વિતરણ કરવામાં આવ્યુ હતું. જોકે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય એવા લોકો છે જેઓ વાહન સુવિધાના અભાવે સસ્તા અનાજ વિતરણ દુકાન પહોંચી શક્યા નથી. આ અંગે ગાંધીનગર વિભાગની મોડાસા સ્વદેશ જાગરણ મંચ શાખાના નિલેશભાઈ જોશી અને નીતિન પંડ્યા દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અનાજ વિતરણમાં વંચિત રહેલા લાભર્થીઓને લાભ આપવા મોડાસા સ્વદેશ જાગરણ મંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠ્યુ
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના વાઇરસની મહામારીને લઈ લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા APL -1 અને BPL કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રેશન કાર્ડના છેલ્લા આંકડા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વિતરણ કરવામાં આવ્યું હતું.

અમૂક પરિવારો એવા પણ હતા કે જેઓ મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન સુવિધા બંધ હોવાને કારણે અનાજ લઈ નથી શક્યા તેવા પરિવારો માટે ફરીથી અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. યોજનાનો લાભ લાભાર્થીઓને મળ્યો ન હોવાથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો વપરાયા વગરનો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details