ગુજરાત

gujarat

મોડાસામાં તળાવ રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર, પાલિકાએ પણ આંખ આડા કાન કર્યા

By

Published : Jul 21, 2019, 6:53 PM IST

અરવલ્લી: જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લોકોની સુખાકારીમાં વઘારો થાય તે માટે પાલિકા દ્વારા લોક ઉપયોગી પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વર્ષો જૂના ઐતિહાસિક લીમડા તળાવના રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જોકે આ કામની ગુણવત્તા અંગે સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યાપ્યો હતો.

તળાવ રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર

લીમડા તળાવ રિનોવેશન કામ માટે સરકાર તરફથી પ્રથમ તબક્કાના 2.5 કરોડ ફળવવામાં આવ્યા છે. છેલ્લા છ માસથી આ સ્થળે કામ ચાલી રહ્યું છે. જોકે કેટલાક જાગૃત નાગરિકોના મતે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. બે માસ અગાઉ તળાવના એક છેડાની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી અને હવે બીજા છેડા કમ્પાઉન્ડ વોલ જેના ઉપર વોકિંગ ટ્રેક બની રહ્યો છે તે સાવ નમી પડી છે .

તળાવ રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર

આ કમ્પાઉન્ડ વોલ વોકિંગ ટ્રેકનો સપોર્ટ છે. ભવિષમાં આ દીવાલ પડે તો વૉકિંગ ટ્રેક પણ સાથે ધસી પડવાની શક્યતાઓ છે તેમ છતાં દરકાર લેવામાં આવી નથી. દીવાલના કામમાં સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એટલે ફક્ત બે જ માસમાં દીવાલ નમી પડી છે.

Intro:તળાવ રિનોવેશન કામમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે તો પાલિકાના આંખ આડા કાન

મોડાસા અરવલ્લી

અરવલ્લી ના મુખ્ય મથક મોડાસામાં લોકોની સુખાકારીમાં વઘારો થાય તે માટે પાલિકા દ્રારા લોક ઉપયોગી પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે . જેમાં વર્ષો જુના ઐતેહાસિક લીમડા તળાવ ના રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે . જોકે આ કામ ની ગુણવત્તા અંગે સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે .


Body:લીમડા તળાવ રિનોવેશન કામ માટે સરકાર તરફથી પ્રથમ તબક્કા ના 2.5 કરોડ ફળવવામાં આવ્યા છે. છેલ્લા છ માસથી આ સ્થળે કામ ચાલી રહ્યું છે . જોકે કેટલાંક જાગૃત નાગરિકોના મતે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. બે માસ અગાઉ તળાવના એક છેડા ની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી અને હવે બીજા છેડા કમ્પાઉન્ડ વોલ જેના ઉપર વોકિંગ ટ્રેક બની રહ્યો છે તે સાવ નમી પડી છે .

આ કમ્પાઉન્ડ વોલ વોકિંગ ટ્રેક નો સપોર્ટ છે. ભવિષમાં આ દીવાલ પડે તો વૉકિંગ ટ્રેક પણ સાથે ધસી પડવાની શક્યતાઓ રહેલી છે તેમ છતાં દરકાર લેવામાં આવી નથી. દીવાલ ના કામમાં સળિયા નો ઉપયોગ કરવામાં આવ્યો નથી એટલે ફક્ત બે જ માસમાં દીવાલ નમી.પડી છે .

બાઈટ યુસુફભાઇ સાબલિયા એડવોકેટ


Conclusion:

ABOUT THE AUTHOR

...view details