ગુજરાત

gujarat

લવજેહાદ:ખંભાતના પીપળોઈમાં વિધર્મી યુવક 24 વર્ષીય હિન્દુ યુવતીને ભગાડી ગયો

By

Published : Sep 11, 2021, 7:06 PM IST

લવ જેહાદને લઈ કડક કાયદા બનાવવામાં આવ્યાં છે. તેમ છતાં લવ જેહાદની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ ઘટનાઓમાં વધારો કરતી એક ઘટના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ગામે રહેતી એક 24 વર્ષીય યુવતી સાથે બની છે. જેને ગામનો જ એક વિધર્મી યુવક પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઈ જતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી રહી છે.

લવજેહાદ:ખંભાતના પીપળોઈમાં વિધર્મી યુવક 24 વર્ષીય હિન્દુ યુવતીને ભગાડી ગયો
લવજેહાદ:ખંભાતના પીપળોઈમાં વિધર્મી યુવક 24 વર્ષીય હિન્દુ યુવતીને ભગાડી ગયો

  • ખંભાતમાં વધુ એક લવ જેહાદની ઘટના
  • પીપલોઈનો વિધર્મી યુવક 24 વર્ષીય યુવતીને ભગાડી ગયો
  • યુવતી સુરતથી સાડીઓ લાવી ભરતકામ કરતી
  • વિધર્મી યુવક બસ સ્ટેન્ડ પાસે મોબાઈલ રીપેરીંગ અને બેલેન્સ રીચાર્જનો વ્યવસાય કરતો


    ખંભાતઃ સમગ્ર ઘટના અંગે મળતી વિગતો અનુસાર મૂળ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ગામે રહેતી એક 24 વર્ષીય યુવતી સુરતથી સાડીઓ મંગાવીને તેના પર ભરતકામ કરીને ગુજરાન ચલાવતી હતી. સુરતથી આવતી સાડીઓનો જથ્થો યુવતી પીપલોઈ બસસ્ટેન્ડ નજીક મોબાઈલની દુકાન ધરાવતા સમીર રાણાને ત્યાં ઉતરવા માટેની વ્યવસ્થા કરી હતી. જેથી 24 વર્ષીય યુવતી સુરતથી આવેલી સાડીઓ લેવા જતી અને ઘણીવાર તેના મોબાઈલનું રીચાર્જ કરાવવા પણ જતી હતી. એ દરમ્યાન સમીર રાણા અને 24 વર્ષીય યુવતી બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતાં. ચર્ચાઈ રહ્યું છે કે છેલ્લા એકાદ વર્ષથી બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. ગત ૧લી સપ્ટેમ્બરના રોજ યુવતી દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન આવતાં પરિવારજનોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળી આવી નહોતી. દરમ્યાન તપાસ કરતાં સમીર રાણા નામનો યુવક તેણીને ભગાડીને લઈ ગયો હોવાનું જાણવા મળતાં જ ખંભાત રૂરલ પોલીસ મથકે જઈને ફરિયાદ આપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


    મોબાઈલ અને સીમકાર્ડનો રેકોર્ડ મેળવવો મુશ્કેલ બન્યું

    પોલીસને મળેલી માહિતી મુજબ સમીર રાણા મોબાઈલનું કામ કરતો હોવાથી તે મોબાઈલ અને સીમકાર્ડ ૉનો રેકોર્ડ મેળવવો મુશ્કેલ બન્યું છે. તેની કોલ ડીટેલ અને અન્ય ટેક્નિકલ સોર્સિસની મદદથી ટેક્નિકલ સર્વેલન્સના ઉપયોગ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બન્ને યુવક યુવતીના મિત્રો અને તેમના સંપર્કમાં રહેતા લોકોની પણ ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ મળી આવ્યાં છે. જે બાદ પોલીસ ટુક સમયમાં જ બન્નેને શોધી કાઢે તેવી પરિવારના સભ્યો આશા રાખી રહ્યાં છે.

    વિધર્મી યુવકને મદદ કરનાર મિત્રોની ઉલટતપાસ હાથ ધરવામાં આવી

    એક મુદ્દો એ પણ છે જેમાં વિધર્મી યુવક અને 24 વર્ષીય હિન્દુ યુવતીને ભાગવામાં મદદ કરનાર વ્યક્તિ હિન્દુ હતો. જેની ખંભાત ગ્રામ્ય પોલીસે યુક્તિપ્રયુક્તિ દ્વારા પૂછપરછ કરી વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યાંની ચર્ચા છે. પરંતુ હજુ જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસના હાથમાં કોઈ ચોક્કસ કળ આવી નથી. ચર્ચાઈ રહ્યું છે કે વિધર્મી યુવક તેની સાથે પાંચ છ જેટલા મોબાઈલ ફોન ઘણાં બધાં સીમકાર્ડ અને એક દોઢ લાખ જેટલા રૂપિયા સાથે લઈ ગયો છે. જેથી હાલ તેમના ચોક્કસ લોકેશન અંગે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવી મુશ્કેલ બની છે જે અંગે પોલીસે ચાંપતી નજર રાખી રહી છે.

    યુવક અને યુવતીના પરિવાર પોલીસ સાથે બન્નેને શોધવામાં કરી રહ્યાં છે મદદ

    સમીર રાણા (મોલેસલામ ગરાસિયા) લઘુમતી સમાજમાંથી આવે છે પરંતુ તેનું નામ હિન્દૂ સમાજમાં જોવા મળતા નામ સાથે મળતું આવતું હોવાથી લોકો તેને હિન્દુ સમજી રહ્યા હોવાની ચર્ચા છે. હાલ આ યુવક દ્વારા તેના મિત્રોની મદદથી 24 વર્ષીય યુવતીને ભગાડી જઈને લવ જેહાદની શિકાર બનાવતા બંને સમાજના લોકો પોલીસની સાથે કદમથી કદમ મિલાવી બંનેને શોધી કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જે અંગે જણાવતા ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. ખાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના બાદ બને સમાજના આગેવાનો સાથે વાતચીત કરી બંનેને શોધી કાઢવા માટેની ઝીણવટભરી તાપસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.સાથે તેમણે ઉમેર્યું હતું કે યુવક મોબાઈલનો વ્યવસાય કરતો હોવાથી તેની પાસે કયો ફોન અને સીમકાર્ડ છે તે શોધવું મુશ્કેલ બન્યું છે. પોલીસ તેની રીતે ઊંડાણની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ સિવિલની મુલાકાત દરમિયાન લવ જેહાદ મામલે નીતિન પટેલનું નિવેદન

ABOUT THE AUTHOR

...view details