ETV Bharat / city

સિવિલની મુલાકાત દરમિયાન લવ જેહાદ મામલે નીતિન પટેલનું નિવેદન

author img

By

Published : Aug 27, 2021, 5:26 PM IST

હાલમાં હાઇકોર્ટ દ્વારા લવ જેહાદ મામલે સ્ટે આપવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા આગામી સમયમાં તેને સુપ્રીમમાં પડકારવામાં આવશે, ત્યારે નીતિન પટેલે કહ્યું કે, અમે પ્રજાના હિતમાં કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો આ કાયદો લાવવા નથી માંગતા.

નીતિન પટેલ
નીતિન પટેલ

  • લવ જેહાદ મામલે નીતિન પટેલનું નિવેદન
  • ખોટી આવક કે ખોટી રીતે ફોસલાવીને વિધર્મીઓ લગ્ન કરે છે
  • હાઈકોર્ટમાં સ્ટે આપવામાં આવ્યો છે તેને સુપ્રિમમાં પડકારવામાં આવશે

અમદાવાદ- સિવિલ હોસ્પિટલની મૂલાકાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે લીધી હતી, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભવિત શક્યતાના પગલે સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે-સાથે કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડીંગ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

નીતિન પટેલ

આ પણ વાંચો- GMERSના અધ્યાપકો, ડોકટરોને મળશે સાતમાં પગારપંચ મુજબ નોન-પ્રેક્ટિસ એલાઉન્સ

રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં કેન્સર હોસ્પિટલ ઊભી કરાશે

નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં કેન્સર હોસ્પિટલ ઊભી કરાશે. જેથી હવે ત્યાંના દર્દીઓને અમદાવાદ આવવું નહીં પડે. મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ સતત વધતા જાય છે, જેથી નવા સાધનો આવતા જાય છે, આ સાધનો યથાવત રાખી નવા સાધનો વિકસાવવામાં આવી રહ્યા છે, ત્યારે આધુનિક મશીનો ખરીદવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને વિદેશી કંપનીઓ દ્વારા તે મશીનો કેન્સર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી, ચર્ચા કરવા સરકાર તૈયાર : નીતિન પટેલ

ખોટી આવક કે ખોટો ધર્મ બતાવીને પણ દીકરીઓને છેતરવામાં આવે છે

લવ જેહાદ મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતની દીકરીઓ સલામત રહે અને આ વખતે ખોટી રીતે ફોસલાવીને અન્ય લોકો લગ્ન કરે છે. આ ઉપરાંત ખોટી આવક કે ખોટો ધર્મ બતાવીને પણ દીકરીઓને છેતરવામાં આવે છે. તેને લઈને વિધાનસભામાં કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાહિતના કાયદાને કેટલાક વ્યક્તિઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કાયદાને હાઇકોર્ટમાં સ્ટે આપવામાં આવ્યો છે, ત્યારે આ મામલે મુખ્યપ્રધાને નિર્ણય કર્યો છે કે, હાઈકોર્ટે સ્ટે આપ્યો છે તેને સુપ્રીમમાં અમે પડકારીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.