ETV Bharat / city

GMERSના અધ્યાપકો, ડોકટરોને મળશે સાતમાં પગારપંચ મુજબ નોન-પ્રેક્ટિસ એલાઉન્સ

author img

By

Published : Aug 22, 2021, 3:08 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

ઇન-સર્વિસ અને GMERSના અધ્યાપકો અને ડોકટરોને સાતમાં પગારપંચ મુજબ નોન-પ્રેક્ટિસ એલાઉન્સ મળશે. જેની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કરી હતી. નાયબ મુખ્યપ્રધાન ડોકટરો અને GMERSના અધ્યાપકોને જાહેરાત સાથે રક્ષાબંધનની આ ભેટ આપી હતી.

  • નાયબ મુખ્યપ્રધાને રક્ષાબંધનમાં આપી ભેટ
  • GMERS દ્વારા માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી હતી
  • પાત્રતા ધરાવતા તમામ ડોક્ટર અને અધ્યાપકોને આ લાભ મળશે

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના GMERSના ડોક્ટરો અને અધ્યાપકો દ્વારા અવાર-નવાર માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી રહી હતી. જેમની જુદી-જુદી માંગણીઓ પૈકીની મહત્વની માંગણી નોન-પ્રેક્ટિસ એલાઉન્સ સાતમાં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે, તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. ઇન-સર્વિસ ડોક્ટરો અને GMERSની મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને પાત્રતા ધરાવતા તમામ ડોક્ટર અને અધ્યાપકોને આ લાભ આગામી સમયથી મળશે.

આ પણ વાંચો- ડોક્ટરો પોતાની કારકિર્દી દાવ પર ના મૂકે : નીતિન પટેલ

ઈનસર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર

રક્ષાબંધન પર્વ પર કર્મચારીઓ અને અધ્યાપકોને અનોખી ભેટ નાયબ મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારની મોટી જાહેરાતમાં તેમને દિશા નિર્દેશ કર્યો હતો કે, સાતમાં પગારપંચ મુજબ GMERSના મેડિકલ કોલેજોમાં ફરજ નિભાવતા અધ્યાપકોને નોન-પ્રેક્ટિસ એલાઉન્સ મળશે. ઈનસર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર આ જાહેરાત પછી જોવા મળી હતી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

અધ્યાપકોએ વિવિધ માંગણીઓને લઈ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી

કોરોનાની બીજી લહેર બાદ અધ્યાપકોએ તેમની વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી અને હડતાલ પણ પાડી હતી, ત્યારે આજે મહત્વની તેમની આ માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવી હતી. એ પણ રક્ષાબંધનના દિવસે જાહેરાત કરાતા તેઓમાં વધુ ખુશી જોવા મળી છે.

આ પણ વાંચો- ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રાજ્ય સરકારની અનોખી ભેટ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી મોટી જાહેરાત

છેલ્લા ચાર વર્ષથી GMERSની માંગણી હતી

છેલ્લા ચાર વર્ષથી GMERSના ડોક્ટરો અને અધ્યાપકો સરકાર સમક્ષ તેમની આ માંગણી કરી રહ્યા હતા. જેમણે આ પહેલા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને અસંખ્ય લેટર લખીને પણ જાણ કરી હતી. ત્યારબાદ પણ તેમની આ માંગ સંતોષવામાં ન હોતી આવી. GMERS મેડિકલ રાજ્યભરમાં આવેલી છે. તે તમામ મેડીકલ કોલેજોના અધ્યાપકો અને ડૉક્ટરોએ કોરોનાની બીજી લહેરના સમયગાળામાં તેમના કામો પણ બંધ કર્યા હતા અને હડતાલ પાડી હતી. જો કે, ત્યારબાદ સરકારે તેમને આશ્વાસન આપ્યું હતું અને તેમની કેટલીક માંગો સંતોષવા માટે બાહેંધરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.