ગુજરાત

gujarat

અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજે કોંગ્રેસના દિગ્ગજોને ટકોરિયા

By

Published : Jan 3, 2020, 9:45 AM IST

આણંદ: જિલ્લાના સારસામાં આવેલ કૈવલજ્ઞાન પીઠાધીશ્વર આચાર્ય અવિચલદાસજી મહારાજના સાધુ દીક્ષા સુવર્ણજયંતી મહોત્સવ નિમિત્તે પ્રથમ વાર સારસા ખાતે વિરાટ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. જે નિમિતે રાખવામાં આવેલ પત્રકાર પરિષદમાં આચાર્ય અવિચલદાસ મહારાજે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પર આકરી ટીપ્પણી કરી હતી.

aanad
આણંદ

આણંદ જિલ્લાના સારસા મુકામે આવેલ સતકૈવલ મંદિરના ગાદીપતિ આચાર્ય અવિચલદાસજી મહારાજ દ્વારા સાધુ દીક્ષાના 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી તે નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેને લઈ યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકાર દ્વારા દેશના રાજકારણમાં ચાલી રહેલા ભગવાન રંગના નામના વાક્યુદ્ધ પર પ્રશ્ન પૂછતાં અવિચલદાસજી મહારાજ દ્વારા કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. તેમજ બંને નેતાઓને મંદ બુદ્ધિ સાથે સરખાવ્યા હતા.

અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચળદાસ મહારાજે કોંગ્રેસના દિગ્ગજોને ટકોરિયા

ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજ અધ્યક્ષ સ્થાને આગામી 5મી જાન્યુઆરીના રોજ સારસા મુકામે વિરાટ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય શંકરાચાર્ય, રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, વૈષ્ણવાચાર્ય જગતગુરુ સહિત વિવિધ સંપ્રદાયના આચાર્ય પરંપરામાંથી તથા ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની ગાદી પરંપરા માટે ટોચના સંતો પધારવાના છે.

આણંદ

આ ઉપરાંત હિંદુ ધર્મ આચાર્ય સભા ભારત સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિના વડા તથા વિવિધ અખાડાઓના અગ્રણી સાધુઓ મહામંડલેશ્વર સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વિરાટ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અનેક રાજકીય આગેવાનો હાજરી આપશે તેવું કહેવાય રહ્યું છે.

Intro:આણંદ જિલ્લાના સારસા માં આવેલ કૈવલજ્ઞાનપીઠાધીશ્વર આચાર્ય અવિચલદાસજી મહારાજ ના સાધુદીક્ષા સુવર્ણજયંતી મહોત્સવ નિમિત્તે પ્રથમ વાર સારસા ખાતે વિરાટ ધર્મ સંમેલન નું આયોજન કરવાં આવનાર છે.જે નિમિતે રાખવામાં આવેલ પત્રકાર પરિષદમાં આચાર્ય અવિચલદાસ મહારાજે કોંગ્રેસ ના બે દિગ્ગજ નેતાઓ પર આકરી ટીપણી કરી હતી.


Body:આણંદ જિલ્લા ના સારસા મુકામે આવેલ સતકૈવલ મંદિર ના ગાદીપતિ આચાર્ય અવિચલદાસજી મહારાજ દ્વારા સાધુ દીક્ષાના ૫૦ વર્ષ પૂર્ણ થતા હોવા નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેને લઈ યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકાર દ્વારા દેશના રાજકારણ માં ચાલી રહેલા ભગવાન રંગ ના નામના વાક્યુદ્ધ પર પ્રશ્ન પૂછતાં અવિચલદાસજી મહારાજ દ્વારા કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને બંને નેતાઓને મંદ બુદ્ધિ સાથે સરખાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજ અધ્યક્ષ સ્થાને આગામી ૫ મી જાન્યુઆરીના રોજ સારસા મુકામે વિરાટ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય શંકરાચાર્ય રામાનંદાચાર્ય રામાનુજાચાર્ય વૈષ્ણવાચાર્ય જગતગુરુ સહિત વિવિધ સંપ્રદાયના આચાર્ય પરંપરામાંથી તથા ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ની ગાદી પરંપરા માટે ટોચના સંતો પધારવાના છે આ ઉપરાંત હિંદુ ધર્મ આચાર્ય સભા ભારત સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ ના વડા તથા વિવિધ અખાડાઓના અગ્રણી સાધુઓ મહામંડલેશ્વર સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વિરાટ ધર્મ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અનેક રાજકીય આગેવાનો હાજરી આપશે તેવું કહેવાય રહ્યું છે.


બાઈટ: આચાર્ય અવિચલદાસજી મહારાજ (રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ)


Conclusion:

ABOUT THE AUTHOR

...view details