ગુજરાત

gujarat

વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી

By

Published : Jan 13, 2023, 4:09 PM IST

સાવરકુંડલાના મેવાસા પિયાવા ગામની સીમ વિસ્તારમાં ગાંજાનાં (Cannabis Plant Cultivation in Mevasa Village) છોડ મળી આવ્યા છે. ધોરાવાળા હનુમાનજી આશ્રમના પુજારીની ગાંજાના છોડને લઈને પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Savarkundla Cannabis Plant Cultivation)

વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી
વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી

સાવરકુંડલા નજીક ઢોરાવાળા હનુમાનજી આશ્રમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

અમરેલી : સાવરકુંડલા તાલુકાના પિયાવા મેવાસાની સીમ વિસ્તારમાં ગાંજાના લીલા છોડનું વાવેતર મળી આવ્યું છે. પિયાવા મેવાસાની સીમ વિસ્તારમાં ધોરાવાળા હનુમાનજી આશ્રમ આવેલો છે. જે આશ્રમમાં પૂજા કરતા પૂજારીએ લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. વંડા પોલીસે ઘટના સ્થળ પર જઈને ગાંજા છોડ જોઈને આશ્રમના પૂજારીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોજગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો, પોલીસે પકડ્યો જથ્થો

શું છે સમગ્ર મામલો સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ મથકની હદમાં આવેલા મેવાસા પિયાવા ગામની સીમ વચ્ચે ઢોરાવાળા હનુમાનજી આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં પૂજા કરતા પૂજારી હરેશગીરી ગોસ્વામીએ પોતાના આશ્રમમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. તેવી બાતમીના આધારે અમરેલી SOGએ દરોડા પાડતા ગાંજાના નવ જેટલા છોડ મળી આવ્યા હતા. જેનું વજન 28 કિલો 350 ગ્રામ તેમજ તેની કિંમત 1,42,250 માનવામાં આવે છે. પોલીસે આશ્રમમાં પૂજા કરતા પૂજારી હરેશગીરી ગોસ્વામી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી

લોકોને જાગૃત કરવાનો પ્રયાસ મહત્વનું છે કે, એક તરફ ગુજરાત સરકાર, પોલીસ અને સમાચાર માધ્યમ દ્વારા નશીલા પદાર્થને લઈને લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે સાવરકુંડલાની સીમ વિસ્તારમાંથી આશ્રમની આડમાં ગાજાનું વાવેતર કરતા પુજારી ઝડપાતા આસપાસના વિસ્તારોમાં વાતુના વંટોળા ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી પોલીસ છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થને લઈને કડક કાર્યવાહી કરી રહી છે. જોકે, હાલ પુજારીના સમગ્ર મામલાને લઈને પોલીસે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગી કોના માટે આ ગાંજો વાવેતર કરવામાં આવ્યો હતો. ગાંજાનું બિયારણ ક્યાંથી મેળવું અને આ ગાંજો લેવા અહીંયા કોણ આવી રહ્યા છે. વગેરે માહિતી મેળવી રહી છે જેની વિગત સાવરકુંડલા DYSPએ માહિતી આપી હતી.

ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઉપરાંત આ પહેલા પણ ખેડાના કપડવંજ તાલુકાના ભુતીયા ગામેથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે. SOG પોલીસ દ્વારા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે કેટલા સમયમાં આ પ્રકારનું વાવતેર બંધ થશે તે જોવું રહ્યું

ABOUT THE AUTHOR

...view details