ગુજરાત

gujarat

'બીજા સાથે લગ્ન કરીશ તો તારા પર એસિડ ફેંકીશ', એકતરફી પ્રેમમાં યુવકે આપી યુવતીને ધમકી

By

Published : Jan 14, 2020, 3:41 AM IST

અમદાવાદ: મહિલાઓ ઓરના અત્યાચાર સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકે યુવતીના ઘરે જઈને શારીરિક અડપલાં કરીને તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી છે. આ મામલે યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા સાથે લગ્ન કરીશ તો તારા પર એસિડ ફેકીશ એવી એક તરફી પ્રેમમાં યુવતીને ધમકી
બીજા સાથે લગ્ન કરીશ તો તારા પર એસિડ ફેકીશ એવી એક તરફી પ્રેમમાં યુવતીને ધમકી

શહેરના નવા નરોડા વિસ્તારમાં એક 20 વર્ષીય યુવતી તેના માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. યુવતીના ઘર પાસે જ યુવક રહે છે. તે યુવતીને એક તરફી પ્રેમ કરે છે. યુવતીના પરિવારજનો એક સામાજિક કામથી બહાર ગયા હતા. ત્યારે યુવક યુવતીના ઘરે ગયો હતો અને યુવતીની છેડતી કરી હતી. તે બાદ યુવકે યુવતીને ધમકી આપી હતી કે, જો બીજા સાથે લગ્ન કરશે તો તેના પર એસિડ ફેકશે. જે મામલે યુવતીએ તેના પરિવારને આ મામલે જાણ કરી હતી. યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજા સાથે લગ્ન કરીશ તો તારા પર એસિડ ફેકીશ એવી એક તરફી પ્રેમમાં યુવતીને ધમકી

હાલ દેશભરમાં છપાક ફિલ્મ જે સત્ય એસિડ એટેકની ઘટના આધારિત બનાવવામાં આવી છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો સામે આવતા હજુ પણ સમાજમાં આ પ્રકારના યુવકો છે તે સ્પષ્ટ થાય છે.

ABOUT THE AUTHOR

...view details