ગુજરાત

gujarat

ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી બોર્ડની પરીક્ષા જૂનમાં લેવા કરી રજૂઆત

By

Published : Apr 10, 2021, 8:48 AM IST

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાઓ જૂન 2021માં લેવા તેમજ વૈકલ્પિક પરીક્ષાઓ સ્કૂલમાં જ લેવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા

  • ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી
  • મે મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ જૂનમાં યોજાઈ
  • ધોરણ 1થી 8ના બાળકોને માસ પ્રમોશન આપવું જોઈએ

અમદાવાદ : ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાની છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ બની છે. આ પરીક્ષાઓ જૂન 2021માં લેવી જોઈએ અને વૈકલ્પિક પરીક્ષાઓ જે તે સ્કૂલમાં લેવી જોઈએ. આ ઉપરાંત ધોરણ 1થી 8ના બાળકોને માસ પ્રમોશન આપવું જોઈએ. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની ત્રણ વિષય અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનની પરીક્ષા ઓનલાઈન લેવી જોઈએ. તેમજ પ્રથમ સત્રાંત મુલ્યાંકનના આધારે બીજા વિષયોમાં પાસ કરી દેવા જોઈએ.

આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 10 મે થી 25 મે સુધી પરીક્ષાનું આયોજન

વાલીઓ પર ઓનલાઈન શિક્ષણનો વધારાનો બોજો


રાજ્યમાં કોરોનાની મહામારી તેના પીક પર છે. શાળા અને કોલેજો પણ બંધ છે. સ્કૂલોમાં વપરાશની ચીજ-વસ્તુઓ પણ બાળકો વાપરતા નથી. શાળા સંચાલકો શિક્ષકોને 50 ટકા પગાર ચૂકવે છે. તે ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ અને સરકારના શાળાઓ પર લાગતાં તમામ ટેક્સમાં શાળાઓને રાહત મળી છે. બીજી બાજુ વાલીઓ પર ઓનલાઈન શિક્ષણનો વધારાનો બોજો છે. જેથી આગામી 2021-22ના વર્ષ માટે પણ 25 ટકા ફી માફીનો નિર્ણય તાત્કાલિક અસરથી કરવો જોઈએ.

ઓલ ગુજરાત વાલી મંડળ

આ પણ વાંચો : CBSC ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર

જ્ય સરકારે 2020-21ના વર્ષમાં 25 ટકા રાહત આપી


શાળાઓએ એડવાન્સ પુરા વર્ષની ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ લીધી હોય તેને પાછી આપવી જોઈએ અથવા તો સરભર કરવી જોઈએ. હાઈકોર્ટના પિટિશનના અનુંસંધાને રાજ્ય સરકારે 2020-21ના વર્ષમાં 25 ટકા રાહત આપી છે. જે શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપી નથી. તેની સામે કાનૂની પગલાં ભરવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details