ગુજરાત

gujarat

SRK Raees Promotion Controversy : શાહરુખ ખાન માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર

By

Published : Mar 3, 2022, 10:01 AM IST

SRK Raees Promotion Controversy : શાહરુખ ખાન માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર
SRK Raees Promotion Controversy : શાહરુખ ખાન માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર

અભિનેતા શાહરુખ ખાન રઈસ ફિલ્મના પ્રમોશન લઈને હાઇકોર્ટમાં (SRK Raees Promotion Controversy) સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટ આ સમગ્ર મામલે નોંધ્યું છે કે, શાહરુખ ખાનનું કૃત્ય અતિઉત્સાહી ગણી શકાય. તો બીજી તરફ શાહરુખ ખાન માફી માગવા માટે તૈયાર છે.

અમદાવાદ : અભિનેતા શાહરુખ ખાન રઈસ ફિલ્મ પ્રમોશન (SRK Raees Promotion Controversy) સામે નોંધાયેલી FIR રદ કરવાના મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. શાહરૂખ ખાનના વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, શાહરુખ ખાન માફી માગવા માટે તૈયાર છે સાથે જ મૃતકના પરિજનોને પણ વળતર ચુકવવાની તેમણે પ્રાથમિક તૈયારી દર્શાવી હતી.

"શાહરૂખ ખાનનું કૃત્ય અતિઉત્સાહી ગણી શકાય"

હાઇકોર્ટ આ સમગ્ર મામલે પ્રાથમિક રીતે નોંધ્યું છે કે, શાહરુખ ખાનનું કૃત્ય અતિઉત્સાહી ગણી શકાય. પણ માત્ર એમની બેદરકારી ગણી શકાય નહીં. જોકે ઉત્સાહી પગલામાં આવીને નુકસાન તો થયું છે, અને આ નુકસાનને સુધારવાની જરૂર છે. અભિનેતા શાહરુખ ખાન સામે ફિલ્મ પ્રમોશન મામલે ખેલ ફરિયાદમાં કોર્ટે સમાધાન ફોર્મુલા અંગેની શક્યતાઓ લઈને પૂછ્યું છે કે, તેમજ ફરિયાદી અને સરકારનો ખુલાસો માગ્યો છે.

આ પણ વાંચો :વિધવા મહિલા સાથેના સંબંધોને અનૈતિક ગણી શકાય નહિ: હાઈકોર્ટ

શું હતો સમગ્ર મામલો?

વડોદરા રેલવે સ્ટેશન (SRK at Vadodara Railway Station) પર 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 10 કલાકે શાહરુખ ખાન મુંબઈ થી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું, ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે માત્રામાં ભીડ એકઠી થઈ હતી.

આ પણ વાંચો :SRK Application In Gujarat High Court: બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન હાઈકોર્ટના શરણે, કયા કેસ માટે કરી અરજી, જાણો

ટોળા વચ્ચે એકનું મોત

વડોદરા રેલવે સ્ટેશન પર ફિલ્મ પ્રમોશન કરવા આવેલા અભિનેતાએ ભીડ પર ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા હતા. જે બાદમાં અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. જે મામલે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને રદ કરવા માટે શાહરૂખ ખાને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અંગે 4 માર્ચના રોજ વધુ (Hearing in Gujarat High Court on SRK) સુનાવણી હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details