ETV Bharat / state

વિધવા મહિલા સાથેના સંબંધોને અનૈતિક ગણી શકાય નહિ: હાઈકોર્ટ

author img

By

Published : Feb 17, 2022, 12:43 PM IST

વિધવા મહિલા સાથેના સંબંધોને અનૈતિક ગણી શકાય નહિ: હાઈકોર્ટ
વિધવા મહિલા સાથેના સંબંધોને અનૈતિક ગણી શકાય નહિ: હાઈકોર્ટ

પોલીસ રૂલ બુક મુજબ હાઈકોર્ટે લગ્નેતર સંબંધોને અનૈતિક ગણ્યા નથી. ગુજરાતના એક પોલીસ કર્મચારીને વિધવા મહિલા સાથે અફેર હોવાના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમના સસ્પેન્શન ઓર્ડરને રદ કરીને નોકરી પર પાછા મૂકવામાં આવે એવો ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court ) હુકમ કર્યો છે.

અમદાવાદઃ વિધવા મહિલા સાથે અનૈતિક સંબધ (Relationships with widows )હોવાના કારણે એક પોલીસ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમના સસ્પેન્શન ઓર્ડરને રદ કરીને નોકરી પર પાછા મૂકવામાં આવે એવો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે.

હાઈકોર્ટે લગ્નેતર સંબંધોને અનૈતિક ગણ્યા નથી

પોલીસ રૂલ બુક(Police Rule Book ) મુજબ હાઈકોર્ટે (Gujarat High Court )લગ્નેતર સંબંધોને અનૈતિક ગણ્યા નથી. ગુજરાતના એક પોલીસ કર્મચારીને વિધવા મહિલા સાથે અફેર હોવાના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે, પોલીસકર્મીના સસ્પેન્શનના આદેશને બાજુ પર રાખીને, તેને ફરીથી સેવામાં લેવા અને 25% ભથ્થું ચૂકવવાનો( Vidhwa Pension Yojana)આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઇ હુકમ

શું હતો સમગ્ર મામલો

પોલીસકર્મી અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશન( Shahibaug Police Station, Ahmedabad )છોડીને તેના પરિવાર સાથે બીજા મકાનમાં રહેવા ગયો હતો જ્યાં તે એક વિધવા મહિલાને પોતાની સાથે લઈ ગયો હતો. વિધવા મહિલાના પરિવારજનોને તેમના સંબંધની જાણ થતાં તેઓએ સરકારી ક્વાર્ટર પાસે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. કોન્સ્ટેબલ વિરુદ્ધ પુરાવા મળ્યા બાદ મહિલાના પરિવારે 2012માં પોલીસ વિભાગમાં ફરિયાદ કરી હતી. વિભાગે પોલીસકર્મીને નોટિસ આપીને તેની સામે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ વિભાગે મહિલાની સુરક્ષા અને પોલીસ વિભાગના નિયમો અનુસાર નૈતિક રીતે ખોટું માનીને 2013માં પોલીસકર્મીને નોકરીમાંથી હટાવી દીધી હતી.

વર્તનને અસામાજિક અને અનૈતિક ગણી શકાય નહીં

વિભાગે પોલીસકર્મીના વર્તનને ગંભીરતાથી લીધું અને પોલીસના જાહેર વર્તનના સંદર્ભમાં તેને વિશ્વાસનો ભંગ ગણાવ્યો. ગુજરાત હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, પોલીસકર્મીએ આ મહિલાનું કોઈપણ રીતે શોષણ કર્યું નથી. ગુજરાત પોલીસ આચાર નિયમો, 1971 મુજબ, પોલીસકર્મીના વર્તનને અસામાજિક અને અનૈતિક ગણી શકાય નહીં. ન્યાયાધીશ સંગીતા વિષેને કોર્ટના અન્ય નિર્ણયો અને વ્યભિચાર અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગના આદેશને બાજુ પર રાખીને પોલીસકર્મીને વળતર સાથે ફરીથી નોકરી આપવાના આદેશો જારી કર્યા હતા. નોકરી આપવાના આદેશો જારી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 497ને હટાવી દીધી છે, જે લગ્નેતર સંબંધોને ગેરકાનૂની માને છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં 10 વર્ષથી જેલ ભોગવી રહેલી મહિલાની સજા કરી માફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.