ETV Bharat / city

નિયમોના ખોટા અર્થઘટન કરવા બદલ હાઈકોર્ટે GPSCને 5 લાખનો દંડ ફટકાર્યો

author img

By

Published : Sep 19, 2020, 4:00 AM IST

2018માં વેટેનરી અધિકારીની પોસ્ટ જગ્યા ખાલી થતાં વેઈટિંગ લિસ્ટમાંથી અરજદાર નીતીશ ચૌધરીને બોલવામાં આવ્યા હતા, પરંતુ નિયમોના અર્થઘટનને લીધે તેમની નિમણુંક અટકી પડતા હાઈકોર્ટમાં રિટ કરી હતી. આ બાબતે નિયમોના ખોટા અર્થઘટન કરવા બદલ હાઈકોર્ટે GPSCને 5 લાખનો દંડ ફટકાર્યો છે.

Gujarat High Court
Gujarat High Court

અમદાવાદ : નિયમોના ખોટા અર્થઘટનને લીધે ઉમેદવારને થતી હેરાગતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી નિયમોના ખોટા અર્થઘટનને લીધે ઉમેદવારોને નિમણુંકમાં થતા વિલંબ મુદ્દે GPSCની ઝાટકણી કાઢી હતી.

નિયમોના ખોટા અર્થઘટન કરવા બદલ હાઈકોર્ટે GPSCને 5 લાખનો દંડ ફટકાર્યો

હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા નોંધ્યું કે, બેરોજગારીના આવા સમયમાં સંબધિત વિભગના અધિકારીઓ નિયમોનું અર્થઘટન કરશે, તો ઉમેદવારોના કરિયર સાથે ચેડા થશે. અરજદાર દ્વારા ચાલુ વર્ષે બે વાર અરજી કરતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. વહીવટી તંત્રના આવા ઉટપટાગ નિણર્યને લીધે કાયદાકિય વિભાગો પર બિન જરૂરી ભારણ પણ પડે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 2018માં વેટેનરી અધિકારીની પોસ્ટ જગ્યા ખાલી થતાં વેઈટિંગ લીસ્ટમાંથી અરજદાર નીતીશ ચૌધરીને બોલવામાં આવ્યા હતા, પરંતુ નિયમોના અર્થઘટનને લીધે તેમની નિમણુંક અટકી પડતા હાઈકોર્ટમાં રિટ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.