ગુજરાત

gujarat

PM Modi Gujarat visit: વડાપ્રધાનના આગમન પહેલા આતંકી હુમલો થવાની આશંકા, પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

By

Published : Apr 18, 2022, 2:48 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Modi Gujarat visit)અને યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન અમદાવાદની મુલાકાતે આવવાના છે. આ બન્નેની (Boris Johnson visits Ahmedabad)મુલાકાતને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 18 એપ્રિલના બપોરના 2 વાગ્યાથી 21 એપ્રિલના રાતના 12 વાગ્યા સુધી અમદાવાદ શહેરને ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે. જેથી આ સમય ગાળા દરમિયાન અમદાવાદમાં રિમોટથી ઓપરેટ થતા કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવી શકાશે નહીં.

PM Modi Gujarat visit: વડાપ્રધાનના આગમન પહેલા ડ્રોનથી આતંકી હુમલો થવાની આશંકા , પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
PM Modi Gujarat visit: વડાપ્રધાનના આગમન પહેલા ડ્રોનથી આતંકી હુમલો થવાની આશંકા , પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 થી 21 એપ્રિલ સુધી અમદાવાદ ( PM Modi Gujarat visit)આવવાના છે. બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન અમદાવાદની મુલાકાત લેશે. જો કે આ મહાનુભાવો(Boris Johnson visits Ahmedabad) ઉપર હુમલો કરવા માટે આતંકવાદી સંગઠનો માનવ રહિત રિમોટ સંચાલિત ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે. જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 18 એપ્રિલના બપોરના 2 વાગ્યાથી 21 એપ્રિલના રાતના 12 વાગ્યા સુધી અમદાવાદ શહેરને ડ્રોન ફલાય ઝોન જાહેર (Ahmedabad Drone Fly Zone)કર્યો છે. જેથી આ સમય ગાળા દરમિયાન અમદાવાદમાં રિમોટથી ઓપરેટ થતા કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવી શકાશે નહીં.

આ પણ વાંચોઃનવી ડ્રોન પોલિસી કરાઈ જાહેર, રજીસ્ટ્રેશન કે લાઇસન્સ ઇશ્યૂ કરવા માટે કોઇ મંજૂરીની જરૂર નહીં

પોલીસ દ્વારા નજર રાખવામાં આવી - આતંકવાદી સંગઠનો (Terrorist organizations)અને ભાંગ ફોડિયા તત્વો બોંબ ધડાકા તેમજ હુમલા કરવા માટે ડ્રોન અને ડ્રોન જેવા રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આ પ્રકારના ઉપકરણોનો મંજૂરી વગર ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ અમદાવાદમાં 4 દિવસ માટે આવી રહેલા મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ 4 દિવસ માટે રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, કવાડ ક્રોપ્ટર, પાવર્ડ એરક્રાફટ, માઈક્રો લાઈટ એરક્રાફટ, હેંગ ગ્લાઈડર - પેરાગ્લાઈડર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે. હાલમાં તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિવસમાં બે વાર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવે છે. તેમના રૂટ પર એક અઠવાડિયા પહેલા પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે ડ્રોન મહોત્સવ, ધોલેરા બની શકે છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ

ABOUT THE AUTHOR

...view details