અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે ડ્રોન મહોત્સવ, ધોલેરા બની શકે છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ

author img

By

Published : Nov 26, 2021, 8:39 AM IST

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે ડ્રોન મહોત્સવ, ધોલેરા બની શકે છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) ભારતમાં 2030 સુધીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ(Drone manufacturing Hub) બનાવવાના વિઝન ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય(Ministry of Civil Aviation) દ્વારા જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રાઉન્ડ(GMDC Ground) ખાતે ગુજરાતની વિવિધ કંપનીઓ દ્વારા સરકારના સહયોગથી ત્રણ મહોત્સવનું(Drone Festival) આયોજન કરવામાં આવ્યું છે.

  • અમદાવાદમાં યોજાશે ડ્રોન મહોત્સવ
  • વિવિધ પ્રકારના ડ્રોનનું થશે નિદર્શન
  • સિવિલ એવિએશન ખાતા દ્વારા આયોજન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) ભારતમાં 2030 સુધીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ(Drone manufacturing Hub) હબ બનાવવાના વિઝન ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય(Ministry of Civil Aviation) દ્વારા જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ડ્રોનનો ઉપયોગ કરતા લોકો જેમ કે ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓમાં જાગૃતિ લાવવાનું કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રાઉન્ડ(GMDC Ground) ખાતે ગુજરાતની વિવિધ કંપનીઓ દ્વારા સરકારના સહયોગથી ત્રણ મહોત્સવનું(Drone Festival) આયોજન કરવામાં આવ્યું છે.

ધોલેરા બની શકે છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ

ગુજરાત રાજ્યમાં ધોલેરા ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને હબ(Dholera Drone Manufacturing and Hub) બની શકે છે. આ કાર્યક્રમમાં જુદી-જુદી સંસ્થાઓ, વિધાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, ખેડુતો મળીને 400થી 500 લોકો ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ(Dholera Industrial) ડેવલપમેન્ટ મુખ્ય સ્પોન્સર તરીકે અને અદાણી ડિફેન્સ(Adani Defense) અને એરોસ્પેસ સ્પોન્સર તરીકે અને બ્લુ-રે એવિએશન કો-સ્પોન્સર તરીકે જોડાયેલ છે.

ડ્રોનના ઉપયોગ પર ચર્ચા

આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની ટેક્નોલોજી અને એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ અપ અને વિવિધ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ સિક્યુરીટી વિભાગમાં થતાં ડ્રોનના ઉપયોગ પર ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ વધતી મોંઘવારી વચ્ચે વાલીઓને પડતાં પર પાટું, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કરાયો વધારો

આ પણ વાંચોઃ લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડનની યાદીમાંથી ગાયબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.