ETV Bharat / bharat

નવી ડ્રોન પોલિસી કરાઈ જાહેર, રજીસ્ટ્રેશન કે લાઇસન્સ ઇશ્યૂ કરવા માટે કોઇ મંજૂરીની જરૂર નહીં

author img

By

Published : Aug 26, 2021, 5:31 PM IST

સરકારે નવી ડ્રોન પોલિસી જાહેર કરી છે. નવા ડ્રોન નિયમો 2021 હેઠળ રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ જાહેર કરતા પહેલા કોઈ સુરક્ષા મંજૂરીની જરૂર રહેશે નહીં. જાણો શું છે, સંપૂર્ણ ડ્રોન પોલિસી...

નવી ડ્રોન પોલિસી 2021 કરાઈ જાહેર

  • કેન્દ્ર સરકાર દ્વારા નવી ડ્રોન પોલિસી જાહેર કરવામાં આવી
  • ડ્રોનનું કવરેજ 300 કિલોથી વધારીને 500 કિલો કરવામાં આવ્યું
  • યમોના ઉલ્લંઘન માટે મહત્તમ દંડ રૂપિયા 1 લાખ કરાવામાં આવ્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડ્રોનના ઉપયોગ માટે નવી નીતિઓની જાહેરાત કરી છે. નવી ડ્રોન નીતિ હેઠળ લાયસન્સ આપવા માટે રજીસ્ટ્રેશન પહેલા કોઈ સુરક્ષા મંજૂરીની જરૂર રહેશે નહીં. ડ્રોન નિયમો 2021 UAS નિયમો 2021 ને બદલશે જે 12 માર્ચ 2021 ના ​​રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ નવી ડ્રોન પોલિસી 2021...

  • નવા નિયમો હેઠળ, ડ્રોનનું કવરેજ 300 કિલોથી વધારીને 500 કિલો કરવામાં આવ્યું છે, જેમાં હવે ભારે પેલોડ વહન કરતા ડ્રોન અને ડ્રોન ટેક્સીઓનો સમાવેશ કરવામાં આવે છે.
  • ડ્રોન માટે કોઈપણ રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ જાહેર કરવામાં આવે તે પહેલાં કોઈ સુરક્ષા મંજૂરીની જરૂર નથી.
  • પરવાનગીઓ માટે જરૂરી ફી પણ નજીવા સ્તરે ઘટાડવામાં આવી છે.
  • તમામ ડ્રોનની ઓનલાઇન નોંધણી ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.
  • હવે યુનિક ઓથોરાઇઝ્ડ નંબર, યુનિક પ્રોટોટાઇપ આઇડેન્ટિફિકેશન નંબર, સસંગતતા પ્રમાણપત્ર, મેન્ટેનન્સ સર્ટિફિકેટ, ઓપરેટર પરમિટ, આર એન્ડ ડી ઓર્ગેનાઇઝેશન, રિમોટ પાઇલટ લાઇસન્સ, ડ્રોન પોર્ટ ઓથોરિટી, ડ્રોન ઘટકો માટે મંજૂરીઓ નાબૂદ કરવામાં આવી છે.
  • નવી નેશનલ ડ્રોન પોલિસી અંતર્ગત નિયમોના ઉલ્લંઘન માટે મહત્તમ દંડ રૂપિયા 1 લાખ કરી દેવામાં આવ્યો છે. જો કે, અન્ય કાયદાઓના ઉલ્લંઘન માટે લાદવામાં આવેલા દંડ માટે પણ આ લાગુ પડતું નથી. બિઝનેસ ફ્રેન્ડલી રેગ્યુલેટરી શાસનની સુવિધા માટે માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે.
  • ડ્રોનની આયાત નિયામક જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  • કાર્ગો ડિલિવરી માટે ડ્રોન કોરિડોર પણ વિકસાવવામાં આવશે.
  • ગ્રીન, યલો અને રેડ ઝોન સાથેનો ઇન્ટરેક્ટિવ એરસ્પેસ મેપ ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર પ્રદર્શિત થશે.
  • એરપોર્ટ પરિમિતિમાંથી યલો ઝોન 45 કિમીથી ઘટાડીને 12 કિમી કરવામાં આવ્યો છે.
  • એરપોર્ટ પરિઘ માપથી 8 થી 12 કિમીના વિસ્તારમાં ગ્રીન ઝોનમાં અને 200 ફૂટ સુધી ડ્રોનના સંચાલન માટે કોઈ પરવાનગીની જરૂર નથી.
  • તમામ ઝોનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે, જેમાં ડ્રોનના ટ્રાન્સફર અને રજિસ્ટ્રેશન માટે સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
  • નવી ડ્રોન નીતિનો હેતુ ભારતમાં હાલના ડ્રોનને નિયમિત કરવાનો છે તમામ ડ્રોન તાલીમ અને પરીક્ષા અધિકૃત ડ્રોન સ્કૂલ દ્વારા કરવામાં આવશે.
  • DGC તાલીમ જરૂરિયાતો નક્કી કરશે, ડ્રોન શાળાઓનું નિરીક્ષણ કરશે અને પાયલોટ લાઇસન્સ ઓનલાઇન આપશે.
  • 'નો પરમિશન-નો ટેક-ઓફ (NPNT)' રીઅલ-ટાઇમ ટ્રેકિંગ બીકોન, જીઓ-ફેન્સિંગ અને સમાન સુરક્ષા સુવિધાઓ ભવિષ્યમાં સૂચિત કરવામાં આવશે.
  • પાલન માટે ઓછામાં ઓછા 6 મહિનાનો સમય આપવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.