ગુજરાત

gujarat

Par Tapi Narmada Link Project: ગુજરાત કોંગ્રસના નેતા તાપી પાર લિંક પ્રોજેક્ટના શ્વેતપત્રની માંગ સાથે પહોંચ્યા દિલ્લી

By

Published : Mar 30, 2022, 2:16 PM IST

Updated : Mar 30, 2022, 4:19 PM IST

તાપી પાર લિંક પ્રોજેક્ટ (Par Tapi Narmada Link Project)મામલે ગુજરાત વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસ નેતા દિલ્હી પહોંચ્યા છે. આ તકે AICC HQ ખાતે કોંગ્રેસ પાર્ટીના શક્તિસિંહ ગોહિલ, નારણભાઈ રાઠવા, અનંત પટેલ અને પ્રોફેસર ગૌરવ વલ્લભ દ્વારા પ્રેસ કોંન્ફરન્સ પણ કરવામાં આવી હતી. તેમની માંગ છે કે આ પ્રોજેક્ટમાં આદિવાસીઓને શ્વેતપત્ર આપવો જોઈએ.

Par Tapi Narmada Link Project: ગુજરાત કોંગ્રસના નેતા તાપી પાર લિંક પ્રોજેક્ટના શ્વેતપત્રની માંગ સાથે પહોંચ્યા દિલ્લી
Par Tapi Narmada Link Project: ગુજરાત કોંગ્રસના નેતા તાપી પાર લિંક પ્રોજેક્ટના શ્વેતપત્રની માંગ સાથે પહોંચ્યા દિલ્લી

અમદાવાદઃ નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટનો મામલે (Par Tapi Narmada Link Project)ગુજરાત વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસ નેતા દિલ્હી પહોંચ્યા છે. આ તકે AICC HQ ખાતેકોંગ્રેસ પાર્ટીના શક્તિસિંહ ગોહિલ, નારણભાઈ રાઠવા, અનંત પટેલ અને પ્રોફેસર ગૌરવ વલ્લભ દ્વારા પ્રેસ કોંન્ફરન્સ પણ કરવામાં આવી હતી. તેઓએ આદિવાસીઓના પ્રશ્નોને લઇ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. તેમની માંગ છે કે આ પ્રોજેક્ટમાં આદિવાસીઓને શ્વેતપત્ર આપવો જોઈએ.

આ યોજનાથી આદિવાસીઓને નુકસાન -ગુજરાત વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે અમારી જે આદિવાસીયત લેવાની ભાજપા કોશીસ કરે છે. તાપી પાર લિંક યોજના અમને બાદમાં ખબર પડી કે 50 હજાર લોકો વિસ્થાપીત થશે. આદિવાસી પ્રકૃતિક પૂજક છે. દક્ષિણ ગુજરાતમાં આ બાંધ બનવાથી આદિવાસીની જમીન વિહોણા અને બે ઘર બનશે. હું માનું કે ચૂંટણી સુધી આદિવાસીઓને સાંત કરવા આ યોજના સ્થગિત કરી છે. નર્મદાનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું હતું તે નથી પહોંચ્યું. જ્યાં પાણી આપવાનું હતું ત્યાં પાણી નથી પહોંચાડ્યું અને નર્મદાનું પાણી પીવા માટે આપવાનું હતું તે નથી આપ્યું. તે પાણી કારખાના અને ઉદ્યોગોને આપ્યું છે. આદિવાસી ભારતમાં વસેલા છે. આદિવાસીને જે નુકસાન થાય તે બંધ કરે જ્યાં રોડ રસ્તા નિકળે ત્યાં આદિવાસીની જમીન જાય છે. આદિવાસીઓ આનો ભોગ બને છે.

આ પણ વાંચોઃભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય

આદિવાસી લોકોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો -શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે તાપી પાર નર્મદા લિંક યોજનાથી આદિવાસીઓનું નુકસાન છે. હજારો લોકો ગાંધીનગરમાં મળ્યા અને આ પ્રદર્શન કર્યું. હવે સરકારે આ યોજના સ્થગીત કરી છે. આ યોજનાથી ઓછામાં ઓછા 50,000 આદિવાસી પ્રભાવીત થશે. સી આર પાટીલે કહ્યું કે આ યોજના હવે સ્થગીત કરવામાં આવી છે.

શ્વેત પત્ર નહી મળે ત્યાં સુધાી આ આંદોલન ચાલું રહશે -અનંત પટેલે જણાવ્યું કે આ આંદોલન આદિવાસીની અસ્મિતા બચાવવા છે. અમે આદિવાસી સત્યાગ્રહના નામથી અમે આ તાપી પાર રીવર લિંક આંદોલન શરૂ કર્યું. આ વાત આદિવાસીની નથી આ વાત જંગલ બચાવાવા માટે છે. જો કોઈ કંપની માટે આવો વિકાસ કરે તો આ સામે આંદોલન ચાલું રહશે. તાપી પાર લિંક યોજના સ્થગિત કરવામાં આવી તમે શ્વેત પત્ર આપો ત્યારે આ આંદોલન બંધ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં સ્કૂલો બંધ કરવામાં આવી છે. આદિવાસીના આક્રોશને શાંત કરવા માટે આ આ યોજના સ્થગિત કરવામાં આવી છે. જ્યા સુધી શ્વેત પત્ર નહી મળે ત્યાં સુધાી આ આંદોલન ચાલું રહશે.

આ પણ વાંચોઃBJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ

Last Updated : Mar 30, 2022, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details