ગુજરાત

gujarat

ભાજપના નિરીક્ષકો 27થી 30 ઓકટોબર વિધાનસભાદીઠ ઉમેદવારના નામ અંગે સેન્સ મેળવશે

By

Published : Oct 26, 2022, 7:15 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) ની તારીખ જાહેર થાય તે પહેલા ભાજપ 27 ઓકટોબરથી ત્રણ દિવસ ( October 27 to 30 ) ઉમેદવારોના નામ નક્કી કરવા ( BJP observers get sense of candidate names ) માટે વિવિધ વિધાનસભા બેઠકના વિસ્તારમાં જશે. ઉમેદવારો કોણ કોણ છે તેની ચકાસણી ( candidate names for each assembly Seat ) કરશે. ભાજપે 3 ઝોનના નિરીક્ષક જાહેર કર્યાં છે.

ભાજપના નિરીક્ષકો 27થી 30 ઓકટોબર વિધાનસભાદીઠ ઉમેદવારના નામ અંગે સેન્સ મેળવશે
ભાજપના નિરીક્ષકો 27થી 30 ઓકટોબર વિધાનસભાદીઠ ઉમેદવારના નામ અંગે સેન્સ મેળવશે

અમદાવાદ ચૂંટણીની (Gujarat Assembly Election 2022 ) તારીખ જાહેર થાય તે પહેલા ગુજરાત ભાજપ ઉમેદવારોના નામ અંગે નિરીક્ષકોને જે તે વિસ્તારમાં મોકલશે અને સૌનો મત ( BJP observers get sense of candidate names ) જાણશે. બાદમાં ત્રણ ત્રણ ઉમેદવારના નામની પેનલ બનાવીને હાઈકમાન્ડને આપશે. હાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah ) ગુજરાતમાં છે, તેમણે ચારેય ઝોનમાં બેઠક કરીને કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓ સાથે સંવાદ કર્યો છે. ગુજરાતના દક્ષિણ ઝોનમાં 27 નિરીક્ષક, મધ્ય ઝોનમાં 24 અને ઉત્તર ઝોનમાં 24 નિરીક્ષકોની નિમણૂક થઇ હોવાનું જાણવા મળે છે.

નિરીક્ષકો ત્રણ દિવસ સેન્સ મેળવશે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના મંથન અંગેની શરૂઆત કરી છે. જેના માટે ભાજપ દ્વારા પ્રત્યેક વિધાનસભાદીઠ બે બે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો આગામી 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ ( October 27 to 30 ) સેન્સ મેળવવા માટે ગ્રાઉન્ડ પર જશે. આ ત્રણ દિવસ દરમિયાન ભાજપના નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભા બેઠકનો ચિતાર ( BJP observers get sense of candidate names ) મેળવશે. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક MLA સાથે ચર્ચાવિચારણા કરીને 2022ની ચૂંટણી માટેના ઉમેદવારના નામની યાદી મેળવશે. આજે સાંજે ભાજપે 3 ઝોનના નિરીક્ષક જાહેર કર્યાં છે.

જીતે તેવા ઉમેદવારને જ ટિકિટ અમિત શાહે પહેલેથી સંકેત આપી દીધો છે કે જીતી શકે તેવા જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. બીજો કોઈ ક્રાઈટેરિયા ધ્યાને લેવાશે નહી એમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાજપે 3 ઝોનના નિરીક્ષકોના નામ જાહેર થયાં છે. નિરીક્ષકોના નામ ખૂબ જ ખાનગી રખાયા છે અને ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમથી નિરીક્ષરોને ડાયરેક્ટ ફોન કરીને પહેલાં જાણ કરાઈ હતી અને મોડી સાંજે નામ જાહેર કર્યાં છે.

વિધાનસભાદીઠ રીપોર્ટ તૈયાર થશેનિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાદીઠ ચૂંટણી લડનાર ઈચ્છુક ઉમેદવારોના નામ મેળવશે ( BJP observers get sense of candidate names ) અને તેની યાદી તૈયાર કરીને બાદમાં સ્થાનિક નેતાઓ સાથે વિચારણા કરી અને રીપોર્ટ તૈયાર કરશે. જેને આગામી દિવસોમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિધાનસભાદીઠ આવેલા ઉમેદવારોના નામો અંતર્ગત વિસ્તૃત ચર્ચા થશે.

કોને મળશે મેન્ડેટ નિરીક્ષકોએ મેળવેલી વિધાનસભાદીઠ નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ત્રણ ત્રણ નામોની પેનલ વિધાનસભાદીઠ તૈયાર કરશે. ત્રણ ત્રણ નામોની પેનલ ( BJP observers get sense of candidate names ) બન્યા બાદ પ્રદેશ ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને નામ મોકલશે, જેની અંતિમ મહોર બાદ ભાજપ ઉમેદવારની યાદી જાહેર કરશે. ત્યારે હવે કયા ઉમેદવારને 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ભાજપ તરફથી લડવા માટેનું મેન્ડડેટ મળે છે. તે તો સત્તાવાર જાહેરાત થાય પછી જ ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details