ETV Bharat / state

સોમનાથમાં ભાજપની ચિંતન બેઠક, ભાજપને કોઈ દેખીતો ફાયદો નહીં થવાનો મત

author img

By

Published : Oct 25, 2022, 4:31 PM IST

સોમનાથમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાની હાજરીમાં મહત્ત્વની બેઠક મળશે. ભાજપની સૌરાષ્ટ્ર કક્ષાની બેઠક (Saurashtra BJP meeting in Somnath ) ને લઈને વરિષ્ઠ પત્રકારો ભાજપ ( BJP ) ને કોઈ દેખીતો ફાયદો નહીં થાય તેવો અંદાજ લગાવી રહ્યા છે. આ બેઠક ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષને ખાળવા માટે પણ હોવાનું બહાર આવી રહ્યું છે.

સોમનાથમાં ભાજપની ચિંતન બેઠક, ભાજપને કોઈ દેખીતો ફાયદો નહીં થવાનો મત
સોમનાથમાં ભાજપની ચિંતન બેઠક, ભાજપને કોઈ દેખીતો ફાયદો નહીં થવાનો મત

સોમનાથ આજથી એક દિવસ માટે સોમનાથ ખાતે ભાજપની સૌરાષ્ટ્ર કક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah in Somnath ) પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તેમજ કેન્દ્ર સરકારમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય પ્રધાનો પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાની સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત સૌરાષ્ટ્રભરના ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદો અને પક્ષના અગ્રણી કાર્યકરો અને નેતાઓની (Saurashtra BJP meeting in Somnath ) હાજરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022 ) ને લઈને ચિંતન બેઠકનું આયોજન કરાયું છે.

ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષને ખાળવા માટે પણ હોવાનો મત

સૌરાષ્ટ્રના રાજકારણ માટે ખૂબ મહત્વ આ બેઠક રાજ્યમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022 )આચારસંહિતા લાગુ થવા પૂર્વે સૌરાષ્ટ્રના રાજકારણ માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ બેઠક બાદ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગામડાની વિધાનસભા બેઠકો પર ભાજપ કઈ રીતે પગપેસારો કરી શકે તેને લઈને ચિંતન કરવામાં આવશે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને સૌરાષ્ટ્રની ગ્રામીણ મતદારોના પકડ ધરાવતી બેઠકો પર પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેને લઈને આજની સોમનાથ ચિંતન શિબિર (Saurashtra BJP meeting in Somnath )ભાજપ માટે આગામી ચૂંટણીને લઈને વધુ મહત્વની મનાઈ રહી છે.

રી એક વખત ભાજપ કેન્દ્રીય નેતૃત્વના સહારે આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022 )ને લઈને વધુ એક વખત ભાજપ કેન્દ્રીય નેતૃત્વના સહારે જોવા મળી રહી છે. પ્રચારની કમાન અને તમામ રણનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ( Amit Shah ) કરી રહ્યા છે. 19 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની ચૂંટણીલક્ષી સંયુક્ત સભામાં હાજરી આપી હતી. ત્યારબાદ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah ) ની હાજરીમાં સોમનાથ ખાતે સૌરાષ્ટ્રભરના ભાજપના આગેવાનોની બેઠક (Saurashtra BJP meeting in Somnath )શરૂ થઈ છે. જે સ્પષ્ટ દર્શાવી આપે છે કે ચૂંટણી રણનીતિ અને ચૂંટણી જીતવાને લઈને કરાતું આયોજન ફરી એક વખત ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કાર્યકરો ધરાવતો પક્ષ ભાજપ આજે પણ ચૂંટણી રણનીતિ અને જીતવા માટે કેન્દ્રીય નેતૃત્વ પર આશ્રિત જોવા મળે છે.

સોમનાથ બેઠકથી ભાજપને કોઈ સીધો ફાયદો નહીં સૌરાષ્ટ્ર કક્ષાની સોમનાથ બેઠક બાદ ભાજપને કોઈ સીધો ફાયદો મળશે તેવી આશા ભૂલભરેલી ગણાશે. જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર વિજય પીપરોતરે આજની ચિંતન શિબિર અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતાં. તેઓ જણાવી રહ્યા છે કે તાલુકા કક્ષાની બેઠકોમાં વડાપ્રધાન મોદીને સંબોધવા માટે આવવું પડે છે. આ સ્પષ્ટ દર્શાવી આપે છે કે ભાજપમાં સ્થાનિકસ્તરે લોકોને આકર્ષિત કરી શકે તેવો પ્રભાવી નેતા કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેના થકી મતદારો સ્વયં ભાજપ તરફી આકર્ષિત થાય તેવું કામ થયું નથી. જેને કારણે વડાપ્રધાન મોદી ગૃહ પ્રધાન અમિત શાહ ( Amit Shah ) સહિત કેન્દ્રીય પ્રધાનો ગુજરાતમાં આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે આજની સૌરાષ્ટ્ર પ્રાંતની ચિંતન બેઠક (Saurashtra BJP meeting in Somnath ) ભાજપને ચૂંટણી (Gujarat Assembly Election 2022 )પરિણામોમાં કોઈ દેખીતો અને મોટો ફાયદો કરાવી આપશે તેવી આશા ભૂલભરેલી ગણાશે.

ગામડાના મતદારો કોંગ્રેસ તરફી અકબંધ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022 )માં સૌરાષ્ટ્રની ગ્રામીણ મતદારો ધરાવતી વિધાનસભા બેઠક પર ભાજપના સુપડા સાફ થયા હતાં. આ સ્પષ્ટ બતાવી આપે છે કે ગામડાનો મતદાર આજે પણ કોંગ્રેસ સાથે જોવા મળે છે. જે ભાજપની એકમાત્ર ચિંતાનું કારણ છે. આવનારી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા જે અપેક્ષિત બેઠકો જીતવાની ગણતરી મંડાઈ છે. તેમાં સૌરાષ્ટ્રની ગામડાની વિધાનસભા બેઠક ખૂબ મોટો ફટકો પાડી શકે તેમ છે. આ તમામ આકલનની વચ્ચે હવે સૌરાષ્ટ્રની ગામડાની બેઠકો જીતવાને લઈને ભાજપ નવી રણનીતિના ભાગરૂપે આજની સૌરાષ્ટ્રની સોમનાથ બેઠકનું (Saurashtra BJP meeting in Somnath ) આયોજન કરાયું છે. જેમાં ગ્રામીણ મતદારો સુધી પહોંચવાથી લઈને વિધાનસભા બેઠક કઈ રીતે કબજે કરી શકાય તેને લઈને મનોમંથન થશે. પરંતુ ગામડાના લોકોના જનમાનસ બદલવા માટે ખૂબ મોટા પરિશ્રમની જરૂર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.