ગુજરાત

gujarat

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ,પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

By

Published : Nov 11, 2019, 7:15 PM IST

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાંથી દોઢ વર્ષની બાળકીનુ અપહરણ થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને સલામત છોડાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ

શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે આરોપી સંજય પરમાર ત્યાથી પસાર થયો હતો. બાળકીને રમાડવા નજીક ગયો અને ત્યાર બાદ તેને લઈને રવાના થઇ ગયો હતો. બાળકી રડતી હોવાથી તેની માટે દૂધ અને બિસ્કીટ લીધા હતા. ત્યારબાદ નરોડા તરફ પહોચ્યો હતો.

બીજી તરફ બાળકીના પિતાને દિકરીના ગુમ થવાની જાણ થતા તેઓ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદના પગલે પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં બાળકીનો ફોટો મોકલીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન રડતી બાળકીની સાથે આરોપીને જોઈને એક જાગૃત નાગરિકને શંકા જતા તેણે પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. પોલીસે ત્યા પહોંચીને તપાસ કરતા આરોપી બાળકીનું અપહરણ કરીને નરોડા આવ્યો હોવાનુ ખુલતા જ પોલીસે સંજય નામના આરોપીની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details