ગુજરાત

gujarat

આઈસીસી વર્લ્ડ કપ 2023: રોહિત શર્મા અને પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટો શૂટ

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 5:15 PM IST

આવતીકાલે અમદાવાદની ધરતી પર મેચનો મહામુકાબલો થવાનો છે. ત્યારે બંને ટીમના કેપ્ટને અડાલજની વાવ ખાતે ICC પ્રોટોકોલ મુજબ ફોટો શૂટ કરાવ્યું હતું. બંને કેપ્ટને હળવી પળો માણી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક ICC World cup 2023 Rohit Sharma pat cummins photo shoot adalaj stepwell road show sabarmati riverfront atal bridge

Etv Bharat
Etv Bharat

અમદાવાદઃ 19મી નવેમ્બરે આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે. જેમાં બંને કેપ્ટન પર માનસિક ભારણ હોય તે સ્વાભાવિક છે. જો કે આજે પ્રિમેચ કોન્ફરન્સ બાદ રોહિત શર્મા અને પેટ કમિન્સે હળવો સમય પસાર કર્યો હતો. તેમણે સાથે અડાલજની વાવની મુલાકાત લીધી હતી. ત્યાં ICC પ્રોટોકોલ મુજબ ફોટો શૂટ પણ કરાવ્યું હતું. જો કે અમદાવાદના રિવરફ્રન્ટ પર ફોટો શૂટ કરાવવાની વાતો પણ વહેતી થઈ હતી.

ICC પ્રોટોકોલઃ ICC પ્રોટોકોલ પ્રમાણે ફાઈનલ મેચના બંને ટીમના કેપ્ટન્સ માટે મેચ શરૂ થાય તે અગાઉ ફોટો શૂટ કરાવવાનો પ્રોટોકોલ છે. જે અનુસાર આજે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ ગાંધીનગરના અડાલજની વાવ ખાતે ફાઇનલ મેચ પહેલા ફોટો શૂટ કરવાયું હતું. સવારે 10 કલાકથી જ ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ફોટો શૂટ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યું હતું.

વાયરલ વીડિયોઃ અડાલજની વાવ ખાતેના ફોટોશૂટના સમાચાર વહેતા થતાં જ ક્રિકેટ ફેન્સ ઉમટી પડ્યા હતા. ફેન્સે પોતે પણ પોતાના કેમેરામાંથી વીડિયો શૂટ કર્યા હતા. જેમાં રોહિત શર્મા કારમાંથી ઉતરે છે તેવો અને બંને કેપ્ટન વાવના પગથિયા ઉતરતા હોય તેવા વીડિયોનો સમાવેશ થાય છે. ફેન્સે ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થયા હતા.

રિવરફ્રન્ટ પર રોડ શોઃ જો મેચનું પરિણામ ભારત તરફી રહેશે તો રિવરફ્રન્ટ પર રોડ શોનું આયોજન કરવાની વાતો પણ સંભળાઈ રહી છે. ઉસ્માનપુરાથી શરુ કરી પાલડી NID સુધીના રિવરફ્રન્ટ પર રોડ શો કરાશે. તેમજ અટલ બ્રિજ પર ટીમ ઈન્ડિયા ફોટો શૂટ પણ કરશે. જો કે કોર્પોરેશન દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

  1. વિશ્વ કપ 2023: ફાઈનલ મેચ માટે ફોરેન ક્રિકેટ ફેન્સે 5 લાખ ખર્ચ્યા, હોટલોના ભાડા આસમાને, 2000વાળી રુમના ભાવ 50,000
  2. વર્લ્ડ કપ ફાઇનલ પહેલા સખત મહેનત કરતા જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details