ગુજરાત

gujarat

મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ થઇ રજૂ

By

Published : Nov 23, 2022, 7:23 PM IST

મોરબી બ્રિજ દુર્ઘટના ( Morby Bridge Collapse ) જેવી માનવ સર્જિત કરુણાંતિકાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ( Hearing in Gujarat High Court ) યોજાઇ હતી. જેમાં માનવ અધિકાર પંચે દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ( Human Rights Commission Affidavit ) રજૂ કરવામાં આવી હતી. એફિડેવિટમાં થયેલા ખુલાસાઓઓ વિશે આગામી સુનાવણીમાં તથ્યો બહાર આવે તેવી સંભાવનાઓ છે.

મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ થઇ રજૂ
મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ થઇ રજૂ

અમદાવાદગુજરાત રાજ્યમાં અને સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચાવી દેનાર એવી મોરબી બ્રિજ દુર્ઘટનાને ( Morby Bridge Collapse ) મામલાને લઈને હાઇકોર્ટે સુઓમોટો કરી છે. મોરબી દુર્ઘટનાને લઈને ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ( Hearing in Gujarat High Court ) ચાલી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે આજ રોજ માનવ અધિકાર પંચ દ્વારા આ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં એફિડેવિટ ( Human Rights Commission Affidavit ) રજૂ કરવામાં આવી હતી. આ એફિડેવિટમાં અનેક પ્રકારના મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

10થી વધુ પેજનું એફિડેવિટ મળતી માહિતી મુજબ માનવ અધિકાર પંચે મોરબી બ્રિજ દુર્ઘટના ( Morby Bridge Collapse )અંગેનું 10થી વધુ પેજનું એફિડેવિટ બનાવ્યું હતું. જે આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં ( Human Rights Commission Affidavit ) આવ્યું હતું. આવતીકાલે આ મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી ( Hearing in Gujarat High Court )હાથ ધરવામાં આવશે. આ સાથે જ બ્રિજનું સમારકામ કરનારા ઓરેવા ગ્રુપના માલિક સામે હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા હાઇકોર્ટે નારાજગી પણ દર્શાવી હતી.

ડે ટુડે સુનાવણી અત્રે એ નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટના ( Morby Bridge Collapse ) મામલે ગુજરાત હાઇકોર્ટને ડે ટુડે સુનાવણી કરવા આદેશ આપ્યો છે. ત્યારે કાલે વધુ સુનાવણી ( Hearing in Gujarat High Court )હાથ ધરવામાં આવશે ત્યારે શું ખુલાસાઓ થશે તે ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details