ગુજરાત

gujarat

'મહારાષ્ટ્ર સમાજ, અમદાવાદ'એ 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી, અમિત શાહની હાજરીનો યોજાયો મહોત્સવ

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 10:06 PM IST

મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમદાવાદમાં રહેતા લોકો દ્વારા ટાગોર હોલ, પાલડી ખાતે અમદાવાદના મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

Home Minister Amit Shah attended the function of 'Maharashtra Samaj, Ahmedabad'
Home Minister Amit Shah attended the function of 'Maharashtra Samaj, Ahmedabad'

અમિત શાહની હાજરીનો યોજાયો મહોત્સવ

અમદાવાદ:'મહારાષ્ટ્ર સમાજ, અમદાવાદ'ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્રના લોકો એકઠા થયા હતા. અમદાવાદ શહેર સદીઓથી મહારાષ્ટ્રીયન સમુદાય સાથે સંકળાયેલો લાંબો ઇતિહાસ ધરાવે છે. ત્રણ દિવસની ઉજવણીમાં ફૂડ ફેસ્ટિવલ, સાંસ્કૃતિક, સામાજિક, મ્યુઝિકલ, કોમેડી, મેટ્રિમોની મેલા, બિઝનેસ નેટવર્કિંગ અને બ્લડ ડોનેશન ઝુંબેશનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમો અને ફૂડ ફેસ્ટિવલ મરાઠી સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

આ પ્રસંગે તેમને કહ્યું કે, '1924માં તિલક મહારાજની જન્મજયંતિ પર સ્થાપિત 'મહારાષ્ટ્ર સમાજ, અમદાવાદ'એ 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. આ સમાજે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સંસ્કૃતિને સારી રીતે જોડીને મરાઠી ભાષા અને મરાઠા સંસ્કૃતિને જીવંત રાખવાની સાથે ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે લોકો સાથે સંવાદ કરીને આનંદ થયો.'

આ પ્રસંગે તેમને મહારાષ્ટ્રના મહાપુરુષોને યાદ કર્યા હતા અને તેમના યોગદાન પ્રતિ કૃતઘ્નતા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે ભારતની આઝાદીની કલ્પના મહારાષ્ટ્રના યોગદાન વગર શક્ય જ નથી. આ પ્રસંગે તેમને શિવાજી મહારાજને યાદ કર્યા હતા. તેમને કહ્યું કે યુગોમાં ક્યારેક શિવાજી જેવું વ્યક્તિત્વ જન્મે છે. તેમને પ્રજ્વલિત કરેલી મશાલ તામિલનાડુથી ગુજરાત સુધી પોતાની રોશની વિખેરી હતી. અંગ્રેજોના ગુલામી બાદ પણ ચાપેકર બંધુથી લઈને લોકમાન્ય તિલક, ગોપાલ કૃષ્ણ ગોખલેથી લઈને વીર સાવરકર સુધીના મહાપુરુષોએ મહારાષ્ટ્રમા જન્મ લીધો હતો.

મરાઠી ભાષી લોકો અમદાવાદમાં સ્થાયી થયા:અમદાવાદ મુસ્લિમ શાસકોની ઐતિહાસિક રાજધાની હતી અને બાદમાં બરોડાના ગાયકવાડ દ્વારા તેને જીતી લેવામાં આવ્યું હતું. આ શહેર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું અને અંગ્રેજોના કબજામાં આવ્યું. બરોડા સામ્રાજ્યના શાસન સાથે, ઘણા મરાઠી ભાષી લોકો અમદાવાદ શહેર વિસ્તારમાં સ્થાયી થયા. કેટલાક લોકો સાબરમતી નદીના કિનારે ભદ્રકાળીના પવિત્ર મંદિર પાસે ભદ્ર તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્થાયી થયા હતા.

  1. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં આપી રહ્યાં છે હાજરી
  2. ભ્રષ્ટાચાર કોંગ્રેસનો સ્વભાવ છે, પરંતુ ધીરજ સાહુ પર અન્ય પક્ષો કેમ ચૂપ છે?- અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details