ગુજરાત

gujarat

મતગણતરીને તૈયારીઓને આખરી ઓપ, 3 લેયર સુરક્ષા ગોઠવાઈ

By

Published : Nov 27, 2022, 8:49 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મતગણતરીને લઈને તમામ તૈયારીઓ(All preparations regarding counting of votes) ચાલી રહી છે. પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં કુલ 16,500 જેટલા સંવેદનશીલ મતદાન મથકો અને આઈડેન્ટિફાઇડ કરવામાં આવ્યા છે. મત ગણતરીના સ્થળે સ્ટ્રોંગ રૂમ, 3 લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે.

16,500 સંવેદનશીલ મતદાન મથકો
16,500 સંવેદનશીલ મતદાન મથકો

ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મતગણતરીને લઈને તમામ તૈયારીઓ(All preparations regarding counting of votes) ચાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં સંપૂર્ણપણે સો ટકા મતદાન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

એક બુથ પર 1500 જેટલા મતદારો: ચૂંટણીના નિયમ અનુસાર એક બુથ ઉપર વધુમાં વધુ 1500 જેટલા જ મતદારો મતદાન કરી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને તે રીતની વ્યવસ્થા ગોઠવીને જ એવી એમની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે જો કોઈપણ સંજોગોમાં અમુક બુધ કે જેમાં 1500થી વધુ મતદાન નીકળે તો જે વધારાના મતદારો મતદાન કરવા આવે છે તેમના માટે એક અલગથી ઓક્ઝિલરી મતદાનબુથ બનાવવામાં આવે છે. પરંતુ ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદારોની સંખ્યાની ગણતરી કર્યા બાદ જ બુથ નક્કી કરવામાં આવે છે.

સેકટર ઓફિસર પાસે હોય છે EVM સેટ:મતદાનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે વહેલી સવારે ચૂંટણી અધિકારીઓ જે તે બુધ ઉપર ઇવીએમ મશીન નો પોલ મતદાન શરૂ કરે છે અને જો આ દરમિયાન કોઈ પણ મશીનમાં ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેને બદલવામાં આવે છે પરંતુ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય અને તેવા સમયમાં મશીન બગડે ત્યારે તાત્કાલિક ધોરણે સેક્ટર ઓફિસર પાસે રહેલ ઇવીએમ સેટ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે મહત્વની વાત કરવામાં આવે તો તમામ સેક્ટર ઓફિસર પાસે ઇવીએમ મશીનના એક સેટ રાખવામાં આવે છે જ્યારે મતદાન સમયે અને બી યુ એટલે બેલેટ unit બગડે અથવા VVPET કે જેના તરફી મતદાન થયું હોય તે દર્શાવતુ ડિસ્પ્લેય ખરાબ થાય તો બદલવામાં આવે છે પરંતુ જો મત નું રેકોર્ડીંગ થાય તે કંટ્રોલ યુનિટ ખરાબ થાય તો આખો સેટ બદલવો પડે છે.

16,500 સંવેદનશીલ મતદાન મથકો:ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં કુલ 16,500 જેટલા સંવેદનશીલ મતદાન મથકો અને આઈડેન્ટિફાઇડ કરવામાં આવ્યા છે પરંતુ સુરક્ષાને ધ્યાનમાં લઈને આવા એક પણ મતદાન મથકોની જાહેરાત કરવામાં આવશે નહીં. આવા સંવેદનશીલ મતદાન મથકો ઉપર મળતી માહિતી પ્રમાણે પોલીસ અને પેરામીલેટરીનો ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે. જ્યારે ડીસીપી કક્ષા અને ડીવાયએસપી તથા એસપી કક્ષાના અધિકારીઓ રાઉન્ડ મારતા જોવા મળશે.

કર્મચારીઓ અને જવાનોને મળશે ફક્ત ભથ્થું: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુકવામાં આવતા પોલીસ સ્ટાફને ખાસ ભથ્થું આવે છે. આ ચુકવણી કેડર બેઝ રવામાં આવશે. કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ માટે આવા જવાના ભાડા સાથે કુલ 500થી 700 રૂપિયાનું ભથ્થું ચુકવવામાં આવે છે. જ્યારે પ્રિસાઈડિંગ ઓફિસરને 2500 રૂપિયા ચુકવવામાં આવે છે. ઉપરાંત જો કોઈ કર્મચારી મતદાન પૂર્ણ થયા બાદ EVM મશીન સ્ટ્રોંગ રૂમમાં લઈને જાય ત્યારે જો આખી રાત પૂર્ણ થઈ જાય તો બીજા દિવસનું ભથ્થું પણ ચુકવવામાં આવે છે.

મત ગણતરીના સ્થળે સ્ટ્રોંગ રૂમ, 3 લેયર સુરક્ષા: સાંજે 5:00 વાગે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીનને સીલ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે અને જ્યાં જે તે જિલ્લા અથવા તો વિધાનસભાની મતગણતરી હાથ ધરવાની હોય તેવા સ્થળ ઉપર એટલે કે સરકારી શાળા અને કોલેજમાં ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમની વાત કરવામાં આવે તો જે જગ્યાએ ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હોય છે તે જગ્યાએ રાજકીય પક્ષોના આગેવાનન સાથે રાખીને ઇવીએમ મશીનનો સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્રણ લેયરમાં સુરક્ષા અને ગોઠવવામાં આવે છે. જેમાં સ્ટ્રોંગ રૂમની બહારની બાજુમાં પેરામિલેટરીના જવાનો, ત્યારબાદ પોલીસના જવાનો અને મુખ્ય સંકુલની બહાર 3 જવાનો અને એક ASI કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવે છે, જ્યારે કલેકટર આ રૂમની તપાસ કરવા જાય તો સત્તાવાર એન્ટ્રી અને એક્ઝિટ સમય પણ લખવા પડે છે.

ABOUT THE AUTHOR

...view details