ગુજરાત

gujarat

Gujarat High Court: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં પાંચ જૂન બાદ ચૂકાદો આવવાની શક્યતા

By

Published : Jun 1, 2023, 2:24 PM IST

Updated : Jun 1, 2023, 4:09 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે થયેલા મોદી અટકના માનહાનિના કેસમાં સજાની રિવિઝન અરજી મુદ્દે આવતા અઠવાડિયે ચૂકાદો આવવાની શક્યતા છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે જેને પડકારતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કન્વિક્શન સ્ટે અપીલ કરેલી છે. જેનો ચૂકાદો અનામત રખાયો હતો.

રાહુલ ગાંધીની અપીલ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ 5 જૂન બાદ ચૂકાદો જાહેર કરે તેવી શક્યતા
રાહુલ ગાંધીની અપીલ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ 5 જૂન બાદ ચૂકાદો જાહેર કરે તેવી શક્યતા

અમદાવાદ : રાહુલ ગાંધી સામે થયેલા મોદી અટકના માનહાનિના કેસમાં રિવિઝન અરજી પર ગુજરાત હાઇકોર્ટના વેકેશન ખુલતાં જ એટલે કે તારીખ 5 જૂનના બાદ ચૂકાદો આવવાની શક્યતા છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન ચાલી રહ્યું છે. તારીખ 5 જૂનના રોજ કોર્ટ રેગ્યુલર ચાલુ થશે. ત્યારે એ દિવસે અથવા પાંચમી જૂન બાદના કોઇપણ દિવસે રાહુલ ગાંધીની માનહાનિ કેસની રિવિઝન અરજી ઉપર અનામત રખાયેલો ચૂકાદો જાહેર થઈ શકે છે.

વેકેશન પૂર્ણ થતાં કાર્યવાહી : રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં તારીખ 25 એપ્રિલ 2023ના રોજ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ તારીખ 29 એપ્રિલ 2023ના રોજ પ્રથમ સુનાવણી થઈ હતી. ત્યારબાદ તારીખ 2 મે 2023ના રોજ હાઇકોર્ટ પર બીજી સુનાવણી થઈ હતી અને સુનાવણીને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.મહત્વનું છે કે અત્યારે હવે હાઇકોર્ટનું વેકેશન ખુલવાની માત્ર ચાર દિવસની વાર છે. ત્યારે આવતા અઠવાડિયે આ કેસમાં ચૂકાદો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

ચૂકાદો અનામત રખાયો હતો :રાહુલ ગાંધીના મોદી અટક માનહાનિના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં તારીખ 2 મેના રોજ રાહુલ ગાંધીની રિવિઝન અરજી ઉપર જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠમાં સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો અને ઉનાળુ વેકેશન બાદ આ કેસમાં ચૂકાદો આપશે તેવું હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ હાઇકોર્ટે સુરતની કોર્ટના રેકોર્ડ અને પ્રોસેડિંગ 15મી પહેલા હાઇકોર્ટમાં જમા કરાવવા માટે પણ હુકમ કર્યો હતો.

રાહુલની અપીલ પર ફરિયાદ પક્ષની દલીલો : હાઇકોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણીમાં પૂર્ણેશ મોદીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ગાંધી છે સાવરકર નહીં. ગાંધી માફી માગશે નહીં. તેઓ જેલ જવાથી ને જેમ ફાવે તેમ બોલવાથી ડરતા નથી. તો પછી હવે શા માટે તેમણે કોર્ટમાં સજા રદ કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર પડે છે? રાહુલ ગાંધી જાહેરમાં અયોગ્ય ટિપ્પણીઓ કરે છે, પબ્લિકમાં માફી નહીં માંગવાનું કહે છે. જ્યારે કોર્ટમાં તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. આ તેમનું વિરોધાભાસી વર્તન છે તમામ બાબતનું ધ્યાનમાં રાખીને કોર્ટ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

રાહુલના વકીલની દલીલો શું હતી :રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સંઘવીએ આ કેસમાં જુદા જુદા ચૂકાદાઓ ટાંકીને રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી અટકના દેશમાં 13 કરોડ લોકોમાંથી કોઈનું પણ મન દુભાયું નથી. તો માત્ર એક જ વ્યક્તિ કેમ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.? આ બાબતે કોર્ટ જલ્દી નિર્ણય લે. કારણ કે તેના કારણે રાહુલ ગાંધીના સંસદ પદ ગુમાવવાના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે.

સુરત સેશન્સ કોર્ટનો ચૂકાદો પડકારાયો : રાહુલ ગાંધીએ વર્ષ 2019માં મોદી અટક ઉપર ટિપ્પણી કરતા ભાજપના પૂર્વ પ્રધાન પૂર્ણશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીને સમન્સ મોકલવામાં આવતા આ સમગ્ર કેસ સુરત કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પણ રદ થયું હતું. આ સજાને પડકારતી રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેસન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો ચૂકાદો યથાવત રાખ્યો હતો જેની સામે રાહુલ ગાંધી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

  1. Rahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં હાઈકોર્ટ 2 મેના રોજ વધુ સુનાવણી કરશે
  2. Rahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા
  3. Surat News : રાહુલ ગાંધી દ્વારા કરાયેલી સ્ટે ફોર કન્વીક્શન અરજીમાં પૂર્ણેશ મોદીએ કોર્ટમાં 30 પાનાનો જવાબ આપ્યો
Last Updated : Jun 1, 2023, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details