ETV Bharat / state

Rahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં હાઈકોર્ટ 2 મેના રોજ વધુ સુનાવણી કરશે

author img

By

Published : Apr 29, 2023, 11:26 AM IST

Updated : Apr 29, 2023, 7:27 PM IST

Rahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં હાઈકોર્ટ 2 મેના રોજ વધુ સુનાવણી કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં હાઈકોર્ટ 2 મેના રોજ વધુ સુનાવણી કરશે

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે આપવા વકીલ અભિષેક મનુ સિંઘવીએ મજબૂત દલીલો કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટ 2 મેના રોજ વધુ સુનાવણી કરશે.

પૂર્ણેશ મોદીના વકીલે સુનાવણીની માહિતી આપી

અમદાવાદઃ લોકસભા 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલાર જિલ્લામાં રેલી દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી. જેની સામે માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઇ છે. ત્યારે રાહુલ ગાંધીએ આ સજા પર સ્ટે મેળવવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરેલી છે તેના પર સુનાવણી યોજાઇ હતી. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો પણ હાઇકોર્ટ સંકુલમાં જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી અને પૂર્ણેશ મોદીના વકીલ મીતેશ અમીન દ્વારા કેસ સંદર્ભે દલીલો કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં હવે આગામી સુનાવણી 2 મેના રોજ યોજાશે.

આ કેસમાં 8 વર્ષ બગડે તેવી સ્થિતિ રાહુલ ગાંધીની રિવિઝન પિટિશન પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ તેમાં અભિષેક સિંઘવીએ અંતિમ દલીલ કરી હતી કે આ કોઈ ગંભીર ક્રાઈમ નથી. રાજનીતિમાં એક અઠવાડિયું પણ મહત્વનો સમય છે જ્યારે આ કેસમાં 8 વર્ષ બગડે તેવી સ્થિતિ છે. 1951ની કલમ 8(3) હેઠળ, રાહુલ તેમની મુક્તિના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. એટલે કે રાહુલ લગભગ 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. અભિષેક મનુ સંઘવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહુલની સજા પર સ્ટે આપવા રજૂઆત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ દેશમાં 13 કરોડ મોદી છે. કેમ કોઈએ ફરિયાદ કરી નથી. આ કોઈ ગંભીર ગુનો નથી. તેને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાજકીય કિન્નખોરી રાખી ફરિયાદ કરવામાં આવી છે. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ, નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી ઉચ્ચાર્યું એ વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે. સિંઘવીએ અલગ અલગ 5 મુદ્દા પર રજૂઆત કરી હતી.

આ પણ વાંચો Modi surname defamation case: સેશન્સ કોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ફરિયાદી પક્ષના વકીલની દલીલ રાહુલ ગાંધી પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ સરકારી વકીલ મીતેશ અમીનની દલીલો શરૂ થઈ હતી. મીતેશ અમીને જણાવ્યું કે મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટના જજે રજૂ કરાયેલા પુરાવાઓના આધારે જ ચુકાદો સંભળાવ્યો છે. નિયમો બહાર જઈને સજા સંભળાવવામાં આવી હોય તેવુ નથી. મીતેશ અમીને વધુમાં જણાવ્યું કે સુરત મેજિસ્ટ્રેટને મહત્તમ સજા લાદવા માટે યોગ્ય કેસ હોવાનું જણાયું છે ત્યારે તે જ સજા આપી શકે છે. કોર્ટે માન્ય મુદતથી વધુની સજા ફટકારી નથી. આ તબક્કે આ અદાલતે માત્ર કેસની ગંભીરતા જોવાની છે. આ તબક્કે હાઈકોર્ટે તેમને પૂછ્યું હતું કે સિંઘવીએ જે કાર્યવાહી તરફ ધ્યાન દોર્યું છે તેમાંની ખામીઓ વિશે શું છે.

નિવેદન સામે સવાલઃ મોદી સરનેમ અનેક જાતિ અને કોમ્યુનિટીમાં આવે છે. ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યુ કે, રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી એવા અભિષેક મનુ સિંઘવીએ સુરત મેજિસ્ટ્રેટ સમક્ષ પૂર્ણેશ મોદીએ આપેલ નિવેદન વાંચીને સવાલ ઉઠાવ્યા હતા. નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યાએ કોઈ મોઢવણિક જ્ઞાતિમાંથી આવતા નથી. તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ? મોદી સરનેમ અનેક જ્ઞાતિઓમાં આવે છે. જો મારા ક્લાયન્ટે કહ્યું હોત કે 'મિસ્ટર પૂર્ણેશ મોદી તો જ ફરિયાદ જાળવી શકાઈ હોત.

પીએમનું નામ નથીઃ અહીં તેમણે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધું છે. સેશન્સ કોર્ટે પણ તેના આદેશમાં નોંધ્યું છે કે, મારા અસીલે પીએમ મોદીને બદનામ કર્યા છે. તેથી કાયદો PM મોદીને ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપે છે અને કહેવાતા 13 કરોડ સમુદાયમાંથી કોઈને નહીં. રાહુલ ગાંધીને પ્રથમવાર સમન્સ પાઠવાયુ ત્યારે કોઈ પ્રાઈમાફેસી એવિડન્સ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન હોતા કરાયાં. પૂર્ણેશ મોદી સભામાં પણ હાજર ન હતાં. તેમણે કહ્યું મને કોઈએ વોટ્સએપમાં ક્લિપ મોકલી હતી. પણ કોણે મોકલી એ જણાવ્યુ ન હતું. વોટ્સએપમાં તો હજારો પ્રકારના મેસેજો આવતા હોય છે, મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ન્યૂઝ પેપર કે પેન ડ્રાઈવ પણ રજૂ ન હોતી કરાઈ છતાં પણ સમન્સ મોકલાયું છે.

આ પણ વાંચો Rahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, વકીલની વાત અને ટ્વીટનો પ્રહાર

શું કહ્યું હાઈકોર્ટેઃ રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. સાંસદ હોવાથી તેમની જવાબદારી વધી જાય છે એવું હાઈકોર્ટે કહ્યું હતું. ઇલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણય કેવી રીતે પરત ખેંચાવી શકશે એવો સવાલ સામે સિંઘવીએ કર્યો હતો. ગુનાની ગંભીરતા એટલી નથી કે સ્ટે ન આપી શકાય. કોર્ટમાં સિંઘવીએ વિવિધ કોર્ટના ચૂકાદાઓનો ઉલ્લેખ કર્યો છે. સિંઘવીએ કહ્યું કે નિવેદન એ સોસાયટી એટ લાર્જ નથી. ઘણા 399 હેઠળના કેસોમાં સજા પર સ્ટે આપવામાં આવેલા છે.

આવી પણ દલીલ કરીઃ અન્ય MP MLA કેસોના ડીસ્કવોલીફિકેશન વિશે સિંઘવીએ દલીલ કરી હતી. લક્ષદ્વીપના સાંસદ નાઝિર મોહમ્મદના કેસનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું.રાહુલ ગાંધીના ડિસ્ક્વોલિફિરેશનથી સાંસદ તરીકેના મૌલિક અધિકારો છીનવાય છે. આ નિર્ણયથી મતક્ષેત્રના પ્રશ્નો ગૃહમાં રજૂ નથી થઈ શકતા. આવતીકાલે મારા અસીલને નિર્દોષ જાહેર કરવામાં આવે તો કોઈ કોર્ટ આ ડિસ્ક્વોલિફિકેશનનો સમય પાછો નહીં લાવી શકે. 332 એવા ગંભીર કેસ છે જેમાં જનતાના સેવક પર થયેલા છે જેમાં સ્ટે આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો Rahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા

રાજકીય કારકિર્દી ખતમ થઇ શકેઃ તારીખ 23 માર્ચ 2023ના સજા સંભળાવવામાં આવી અને 24 માર્ચે સાંસદ પદ રદ કરી દેવામાં આવ્યું છે. આ કેસ કોઈ ગંભીર કેસ નથી. આવા કેસોમાં કનવિક્શન પર 3 થી 6 મહિનાની સજા હોય શકે. પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોય શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઇ શકે છે. દેશના વિવિધ રાજ્યોના ધારાસભ્યો, સાંસદો પર દાખલ થયેલા કેસો પણ ટાંકીને સિંઘવીએ દલીલો કરી હતી. સિંઘવીએ કહ્યું કે હું વિનંતી કરું છું કે માર્ગદર્શિકા જણાવે છે કે જો કેસ ગંભીર હોય અથવા નૈતિક ક્ષતિનો સમાવેશ થતો હોય તો કલમ 389નો ઉપયોગ કરી શકાતો નથી. પુનરાવર્તિત કરવા બદલ માફ કરશો.

ગંભીર ભૂલ નથીઃ રાહુલ ગાંધીની રિવિઝન પિટિશન પર ગુજરાત હાઇકોર્ટમાં દલીલ કરતાં અભિષેક સિંઘવીએ ફરી જણાવ્યું કે મારા અસીલનાી આ કેસમાં ગંભીર કે નૈતિક ક્ષતિ સામેલ નથી. ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવવા માટેના ચૂકાદાઓ પર આધાર રાખે છે. બધા ગંભીર કેસો અથવા નૈતિક ક્ષતિના કેસો સામેલ છે. મારો કેસ નૈતિક ક્ષતિ કે ગંભીર શ્રેણીમાં આવે તેવું કોઈ સૂચવી શકે નહીં. વાસ્તવમાં મારો કેસ જામીનપાત્ર છે અને તે મોટાભાગે સમાજ વિરુદ્ધ નથી. ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ભર તમામ કેસો સમાજ સામેના ગુના છે. છતાં, અદાલતોએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો છે. આ કેસોમાં જે ગંભીર ગુનાઓ છે અને સમાજ વિરુદ્ધ છે, અદાલતોએ કલમ 389 હેઠળ રાહત આપી છે. તો પછી મારો કેસમાં કેમ રાહત ન આપી શકાય. જેને દુઃખ લાગ્યું હોય જેની લાગણી દુભાઈ હોય તે જ ફરિયાદ કરી શકે.

Last Updated :Apr 29, 2023, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.