ETV Bharat / state

"પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ" : ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ - Pre Monsoon Preparedness Meeting

author img

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 7:42 AM IST

જ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. Pre Monsoon Preparedness Meeting

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારી સાથે ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ હતી
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારી સાથે ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ હતી (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે માટે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારી સાથે ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.

ગાંધીનગર ખાતે યોજાઇ "પ્રિ મોનસુન પ્રિપેર્ડને" બેઠક (ETV bharat Gujarat)

ઉચ્ચ સનદી અધિકારીઓ આ બેઠકમાં: સમીક્ષા બેઠકમાં રાજ્યના સબંધિત વિભાગો જેવા કે, ગૃહ, સિંચાઈ, પાણી-નાગરિક પુરવઠા, આરોગ્ય, GSDMA,સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્યવહાર, વન, કૃષિ અને પશુપાલન તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલનમાં વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું કે, આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આપદા મિત્રોને તાલીમ આપી સજ્જ કરાશે. ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ. જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ, જેથી જાનહાની ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, માહિતી, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF,કોસ્ટ ગાર્ડ, NDRF,દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવે તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોનસુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે ‘‘પ્રિ મોનસુન પ્રિપેર્ડનેસ’’ બેઠક યોજાઈ (ETV bharat Gujarat)

NDRFની અને SDRFની તૈયાર: ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ’’અંગેની બેઠકમાં મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું કે, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂકવામાં આવશે. રાજ્યમાં આવેલા શેલ્ટરહોમમાં સુવિધાઓ ચકાસવા તેમજ તાલુકા સ્તરેથી તાલુકા-ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકીદ કરી હતી. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ ટીમો ઉપલબ્ધ રહેશે. જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.

આ બેઠકમાં માહિતીખાતાના અધિકારીઓ, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF,કોસ્ટ ગાર્ડ, NDRF,દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠકમાં માહિતીખાતાના અધિકારીઓ, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF,કોસ્ટ ગાર્ડ, NDRF,દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા (ETV bharat Gujarat)

ચોમાસાનું વહેલું આગમન: ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થવાની સંભાવના કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે,સંભવિત તા. ૩૧ મે-૨૦૨૪ની આસપાસ કેરળ ખાતે ચોમાસાનું આગમન થશે જેથી આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.

  1. વનવિભાગ કરશે કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખરની વસતી ગણતરી, પ્રથમ વખત ડ્રોન કેમેરા કામે લગાડાશે - Kutch Ghudkhar Census
  2. હીટવેવની આગાહી વચ્ચે સુરતમાં અગનવર્ષા, જાણો સુરતમાં તાપમાન અને હવામાન વિભાગની આગાહી... - SURAT WEATHER
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.