ગુજરાત

gujarat

ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, ગુજરાતના ઈતિહાસ પર એક નજર કરીએ…

By

Published : May 1, 2020, 12:04 AM IST

1st મેએ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. પહેલી મે, 1960ના દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય બન્યા હતા. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે આઝાદી પછી ગુજરાતી પ્રજાનું મહાગુજરાત આંદોલન સૌથી મોટુ આંદોલન હતું.

ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, ગુજરાતના ઈતિહાસ પર એક નજર કરીએ…
ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, ગુજરાતના ઈતિહાસ પર એક નજર કરીએ…

અમદાવાદઃ 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો પછી ગુજરાતીઓને આશા બંધાઈ કે ભાષા પ્રમાણે ગુજરાત અલગ રાજ્ય બનશે, અને ત્યાર પછી આંદોલન વધુ વેગવાન બન્યું હતું. 6 ઓગસ્ટ, 1956ના રોજ મુંબઈ રાજ્યની જાહેરાત કરાઈ હતી, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો હતો. જે પછી 7 ઓગસ્ટ, 1956થી આંદોલન તોફાની બન્યું હતું. અમદાવાદના એલીસબ્રિજ વિસ્તારમાંતી જંગી સરઘસ નીકળ્યું હતું, અને ‘લે કે રહેગે મહાગુજરાત’નો નારો બુલંદ બન્યો હતો.

ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, ગુજરાતના ઈતિહાસ પર એક નજર કરીએ…

8 ઓગસ્ટ, 1856ના રોજ અમદાવાદના ભદ્ર કોંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા, પોલીસે અંધાધૂધ ગોળીબાર કર્યા અને તેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યાર પછી અમદાવાદમાં દેખાવો અને તોફાનો ફાટી નિકળ્યા હતા. મહાગુજરાત ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા હતા.

1956ની 9 સપ્ટેમ્બરના રોજ ખાડિયામાં એક સભા મળી, ઈન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા, અને કાર્યકરોમાં નવી ચેતના જાગી હતી. 2 ઓકટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનનો જુસ્સો વધુ જોરદાર બન્યો હતો. નહેરુની સભામાં પાંખી હાજરી હતી, તો સામે ઈન્દુલાલ યાજ્ઞિકની સભામાં અંદાજે 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત હતા. ત્યાર પછી ઈન્દુલાલ યાજ્ઞિક ‘ઈન્દુચાચા’ તરીકે જાણીતા બન્યા. ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલનને નવી દિશા આપી હતી.

1957માં લોકસભાની ચૂંટણી આવી, જેમાં મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણી લડી, અને ઈન્દુલાલ યાજ્ઞિક સહિત પાંચ ઉમેદવારો ચૂંટાયા. પછી ઉત્સાહ બેવડાયો, ગુજરાતના ગામેગામે આંદોલને વેગ પકડ્યો હતો. 1959ની 6 ડિસેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની સમિતીની બેઠક મળી, બેઠકના બીજા દિવસે મુંબઈ રાજ્યના વિભાજનની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ. મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું, પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અન મુખ્યપ્રધાન પદે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. પહેલી મે, 1960ના દિવસે ગુજરાતીઓનો વિજય થયો હોય તેમ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

ABOUT THE AUTHOR

...view details