ગુજરાત

gujarat

Rahul Gandhi Meeting with Gujarat Congress :  ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રાહુલ ગાંધી સાથે સંગઠનલક્ષી દિલ્હીમાં બેઠક કરશે

By

Published : Mar 22, 2022, 1:42 PM IST

Updated : Mar 22, 2022, 6:26 PM IST

ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવાનો સમય (Rahul Gandhi Meeting with Gujarat Congress )માંગ્યો હતો. પાંચ રાજ્યોના પરિણામોમાં કોંગ્રેસને પડેલો ફટકો અને આગામી ગુજરાતની ચૂંટણીમાં સ્થિતિને (Gujarat Congress )સુધારવા માટે કેવા પગલા લેવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.

દિલ્લીમાં ગુજરાત કોંગ્રસના ધારાસભ્યો રાહુલ ગાંધી સાથે બેઠક કરશે
દિલ્લીમાં ગુજરાત કોંગ્રસના ધારાસભ્યો રાહુલ ગાંધી સાથે બેઠક કરશે

ન્યૂઝ ડેસ્કઃપાંચ રાજ્યોની ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામોમાં કોંગ્રેસને(Congress President Rahul Gandhi) હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની સરકાર દેશમાં હવે રાજસ્થાન અને છત્તીસગઢમાં જ રહી છે. એવામાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રસે તૈયારી કરતી (Rahul Gandhi Meeting with Gujarat Congress )હોય તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે - ગુજરાતમાં આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેને લઈ હવે કોંગ્રેસ પણ સક્રિય થયું છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ હવે દિલ્લીમાં ધામા નાખ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત સિનિયર નેતાઓ 12 તુગલક લેન પહોંચ્યા છે. નવા સંગઠન અને વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા અને બેઠક કરવામાં આવશે. તો બીજી તરફ પ્રદેશ નવા સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાનની શકયતા જોવા મળી રહી છે.

રાઠવાની ફ્લાઇટ રદ -સુખરામ રાઠવાની દિલ્હીની ફ્લાઇટ આજે થઈ રદ થઈ છે. તેઓ દિલ્હીમાં સંગઠનની બેઠકમાં હાજર રહેવાના હતાં. અંતિમ સમયે ફલાઇટ રદ હતી. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં બેઠક હતી.

આ પણ વાંચોઃControversial remarks against Modi Community: રાહુલ ગાંધીએ વધુ એક વખત સુરત કોર્ટમાં રહેવું પડી શકે છે હાજર

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બેઠક કરી -ત્યારે આજે, નવી દિલ્હીમાં કોંગ્રેસ સેવાદળના કાર્યાલયમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને વરિષ્ઠ કોંગ્રેસીઓ સાથે સંગઠનાત્મક બાબતોની ચર્ચા કરવામાં આવી છે. જેમાં ડૉ. રઘુ શર્મા જગદીશ ઠાકોર સહિતના ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બેઠક કરી હતી.

ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવાનો સમય માગ્યો -ગુજરાત કોંગ્રસના 20 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવાનો(Gujarat Congress )સુસમય માગ્યો હતો. આ ધારાસભ્યો દ્વારા સંયુક્ત રીતે પત્ર લખીને (Gujarat Congress MLA)મળવા માટે સમય માગ્યો હતો. દ્વારકામાં યોજાયેલ ચિંતન શિબિરમાં ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ ન કરી શક્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસની પકડ માટે માર્ગદર્શન મેળવવા પ્રયાસ -આ તમામ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને ગુજરાતમાં કોંગ્રેસની પકડ અને આગામી સમયમાં કેવા પગલા ભરવા મતદારોને રિઝવવા માટે શું કરવું તે સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીને માર્ગદર્શન મેળવવા(Rahul Gandhi meeting with MLA) માટેનો પ્રયાસ કરી શકે છે. પાંચ રાજ્યોના પરિણામોમાં કોંગ્રેસને પડેલો ફટકો અને આગામી ગુજરાતની ચૂંટણીમાં સ્થિતિને સુધારવા માટે કયા રસ્તે આગળ વધવું પ્રચારનો પ્રારંભ વગેરે મુદ્દાનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ સિવાય હાલના સંગઠનમાં કોઈ જરુરી સૂચન કરવા અંગે પણ રજૂઆત (Rahul Gandhi Meeting with Gujarat Congress ) કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, હાર્દિક પટેલ બિહાર જવા રવાના

Last Updated :Mar 22, 2022, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details