Controversial remarks against Modi Community: રાહુલ ગાંધીએ વધુ એક વખત સુરત કોર્ટમાં રહેવું પડી શકે છે હાજર

author img

By

Published : Mar 8, 2022, 7:47 PM IST

Controversial remarks against Modi Community: રાહુલ ગાંધીએ વધુ એક વખત સુરત કોર્ટમાં રહેવું પડી શકે છે હાજર

મોદી સમાજ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી (Rahul Gandhi's Remark On Modi) મામલે રાહુલ ગાંધીએ વધુ એક વખત કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે. 14 માર્ચના આ કેસમાં ચુકાદો આવવાનો હતો. પરંતુ હાઈકોર્ટે સુરત કોર્ટ દ્વારા કરાયેલી કાર્યવાહી પર હાલ સ્ટે મૂક્યો છે.

સુરત: રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી (Rahul Gandhi's Remark On Modi) મામલે સુરત કોર્ટ 14મી માર્ચના રોજ ચુકાદો આપે તે પહેલા ફરિયાદી પક્ષ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અરજીના કારણે સુરત કોર્ટ (Rahul Gandhi In Surat Court)માં આગળની કાર્યવાહી ઉપર સ્ટે મુકાયો છે. શક્ય બની શકે કે હવે વધુ એક વખત રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે.

14મી માર્ચના રોજ આ કેસમાં કોર્ટ ચુકાદો આપવાની હતી.

પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો

લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોદી સમાજ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી (Controversial remarks against Modi Community) કરી હતી. 3 વર્ષ પહેલા કર્ણાટક (Rahul Gandhi In Karnataka) ખાતે એક સભાને સંબોધતા તેઓએ આ વિવાદીત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સુરતના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર (Surat MLA And Cabinet Minister) પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો (Defamation suit against Rahul Gandhi) કર્યો હતો.

આ પણ વાંચો: રાહુલ ગાંધી વિવાદિત ટિપ્પણી મામલે નિવેદન આપી સુરત કોર્ટથી રવાના

રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં ગુનાના આક્ષેપો નકાર્યા હતા

આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 2 વખત રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. જ્યારે એક વખત તેમના વકીલ મારફતે તેઓએ નિવેદન આપ્યું છે. સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહી ગુનાના આક્ષેપોને નકારી દીધા હતા.

ફરિયાદ મુજબ કોર્ટ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી

આ કેસમાં લગભગ કોર્ટની કાર્યવાહી પૂર્ણ થવાના આરે છે. એટલું જ નહીં 14મી માર્ચના રોજ આ કેસમાં કોર્ટ ચુકાદો આપવાની હતી, પરંતુ આ પહેલા ફરિયાદી પક્ષ દ્વારા હાઇકોર્ટમાં જઇ કેસ સંબંધિત કાર્યવાહીને લઈ અરજી કરવામાં આવી હતી. જેના કારણે હાઈકોર્ટે સુરત કોર્ટ દ્વારા કરાયેલી કાર્યવાહી પર હાલ સ્ટે મૂક્યો છે. આ અંગે કેબિનેટ પ્રધાન અને આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી (cabinet minister purnesh modi)ના વકીલ બી.વી. રાઠોડે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ઉપર જે અંગે ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ મુજબ કોર્ટ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી. આ અંગે અગાઉ અમે સુરત કોર્ટમાં અરજી કરી હતી જેને રદ કરવામાં આવી હતી. ત્યાર પછી અમે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 7મી માર્ચના રોજ હાઈકોર્ટે અરજી સ્વીકારીને સુરત કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ ઉપર સ્ટે મૂક્યો છે.

આ પણ વાંચો: કેસ કરી રાહુલ ગાંધીને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે: અમિત ચાવડા

ફરીથી એકવાર રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવું પડે તેવી સંભાવનાઓ

સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં 14મી માર્ચના રોજ ચુકાદો આવવાનો હતો, પરંતુ હાઇકોર્ટ દ્વારા જે સ્ટે મૂકવામાં આવ્યો છે. તેના કારણે હવે ફરીથી નિવેદનો લેવાશે. ફરિયાદ મુજબ આરોપી રાહુલ ગાંધીને પ્રશ્નો કરવામાં આવી શકે છે, જેથી ફરીથી એકવાર રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવું પડે તેવી સંભાવનાઓ છે. રાહુલ ગાંધીએ આ ટીપ્પણી કર્ણાટકમાં ત્યારે કરી હતી જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાફેલ ડીલમાં કોઈ ભ્રષ્ટાચાર (corruption in rafale deal) થયો નથી. તેમ છતાં પોતાની સભામાં અગાઉ PM નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરી અને બાદમાં નીરવ મોદી સહિત અન્ય લોકો બાદ મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી અંગે પ્રશ્નો પુછાય આ હેતુસર અમે અરજી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.