મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મામલો : સુરત કોર્ટે રાહુલ ગાંધીને આગામી તા.29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો

author img

By

Published : Oct 26, 2021, 1:05 PM IST

સુરત કોર્ટે રાહુલ ગાંધીને કર્યો હુકમ

સુરત કોર્ટે રાહુલ ગાંધીને કર્યો હુકમ : મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મુદ્દે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સુરત કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ (Surat court orders Rahul Gandhi) અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ફરી આગામી તા.29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો છે.

  • સુરત કોર્ટે રાહુલ ગાંધીને કર્યો હુકમ
  • સભાનું શુટિંગ કરનાર વિડિયોગ્રાફરના નિવેદન લેવાયા
  • 29મી ઓક્ટોબરે રાહુલ ગાંધીનો જવાબ લેવાશે

સુરત : ચૂંટણી દરમિયાન મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ સુરતની ચીફ કોર્ટે ફરિયાદ તરફે વધારાના બે સાક્ષીઓ તપાસવા માટેની પરવાનગી આપી હતી, ત્યારબાદ બન્ને સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. તેઓના નિવેદનના આધારે આગામી શુક્રવારને તારીખ 29મી ઓક્ટોબર બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન રાહુલ ગાંધીનો વધારાનો જવાબ લેવાશે.

મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મુદ્દે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી

રાહુલ ગાંધીને ફરી આગામી તા.29મીએ હાજર રહોનો હુકમ

ગત લોકસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતના પ્રવાસની ચૂંટણી સભામાં બધા મોદી હોવા સંબંધની ટિપ્પણીના કેસમાં સુરતની સ્થાનિક કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ફરી આગામી તા.29મીએ હાજર રહોનો હુકમ (Surat court orders Rahul Gandhi) કર્યો છે. કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સાક્ષીઓની જુબાની સમાપ્ત થયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા કોલારના તાલુકા ચૂંટણી અધિકારી અને સભાનું શુટિંગ કરનાર વિડિયોગ્રાફરના નિવેદન લેવા માટે હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી.

આ પણ વાંચો: મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

બંને સાક્ષીઓના નિવેદન લેવાયા

આ દાદના સંદર્ભમાં હાઈકોર્ટે નીચલી અદાલતને વિચારણા કરવા માટે જણાવ્યું હતું. જેને પગલે સ્થાનિક કોર્ટે બે સાક્ષીઓને તપાસવા માટે મંજૂરી માગવામાં આવી હતી. આ બંને સાક્ષીઓના નિવેદન લેવાયા હતા તેમજ સર તપાસ અને ઉલટ તપાસ બંને પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેને આધારે હવે ફરીથી આ નિવેદન ઉપર રાહુલ ગાંધીનો જવાબ લેવા માટે આગામી તા.૨૯મીએ બપોરે 3થી 6 સુધીમાં રાહુલ ગાંધીને હાજર (rahul gandhi in surat) રહેવાનો હુકમ કર્યો છે. રાહુલ ગાંધીના નિવેદન સામે દેશભરની વિવિધ અદાલતોમાં મોઢવણિક સમાજ દ્વારા કેસ દાખલ કરાયા છે. જેની શ્રૃંખલામાં સુરતમાં પણ કેસ દાખલ કરાયો છે.

આ પણ વાંચો: હાજરીમાંથી મુક્તિની રાહુલ ગાંધીની અરજી મંજૂરઃ 10 ડિસેમ્બરે બીજી મુદ્દત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.