ગુજરાત

gujarat

Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ સામે આતંકવાદ વિરોધી કલમ ઉમેરાઈ

By

Published : Feb 2, 2022, 12:00 PM IST

Updated : Feb 2, 2022, 2:35 PM IST

કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan Bharvad Murder Case) મૌલાના અયુબ અને મૌલાના કમરગની સામે ATSએ ટેરરિઝમ (Gujarat ATS Invokes Anti Terror) કલમ ઉમેરી હતી. આ ઉપરાંત આરોપીને આગોતરા જામીન અથવા જામીન મળવાની શક્યતા નથી.

Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ સામે આતંકવાદ વિરોધી કાયદાની માંગ
Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ સામે આતંકવાદ વિરોધી કાયદાની માંગ

અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan Bharvad Murder Case) ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) બુધવારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ (Gujarat ATS Invokes Anti Terror) કલમ ઉમેરી હતી. આરોપી, મૌલાના અયુબ અને મૌલાના કમરગાની ઉસ્માની સામે કલમ ઉમેરી છે. ATSએ આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 3(1)(1) અને 3(2) ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ ઉમેરી છે.

અયુબ મારવા માટે હથિયાર ની વ્યવસ્થા કરી

ATSએ જણાવ્યું કે, અમદાવાદના જમાલપુર ખાતે મૌલાના અયુબ જવારા વાલાના ઘરની તલાશી દરમિયાન ટીમને મૌલાના અયુબ દ્વારા લખાયેલ ધાર્મિક પુસ્તક મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે મૌલાના અયુબ ની ધરપકડ કર્યા પછી એ વાતનો ખુલાસો થયો કે અયુબ જવારાવાલાએ તેને મારવા માટે હથિયારની વ્યવસ્થા કરી હતી. આ સાથે દિલ્હીના મૌલાના કમરગાની ઉસ્માનીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા

આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કલમો

ગુજરાત ATSએ જણાવ્યું કે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમની આ કલમો (Article on Kishan Bharvad Killers) આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત પ્રવૃત્તિમાં લાગુ થવી જોઈએ. જેમાં કેસની તપાસ ન થાય ત્યાં સુધી આરોપીને આગોતરા જામીન અથવા જામીન મળવાની શક્યતા નથી. આ ઉપરાંત ATSએ જણાવ્યા અનુસાર, મૌલવી તહરીક ફારીગ-એ-ઇસ્લામી નામનું સંગઠન ચલાવતો હતો. લઘુમતી સમુદાયના યુવાનોને ઇસ્લામનું અપમાન કરનારાઓને નિશાન બનાવવા માટે ઉશ્કેરવા ભાષણોના વીડિયો કથિત રીતે પ્રસારિત કર્યા હતા.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case : આરોપી મૌલવી ઐયુબના ઘર અને મદરેસાથી મળ્યાં મહત્વના પુરાવા

Last Updated : Feb 2, 2022, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details