ETV Bharat / city

24 કલાકમાં 2ની ધરપકડ, ફરીવાર આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડાશે - ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

author img

By

Published : Jan 28, 2022, 9:20 PM IST

કિશન ભરવાડની હત્યા (Dhandhuka Murder Case) મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે 24 કલાકમાં 2 હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, હત્યારાઓ પાછળ જે પણ શક્તિ હશે તેને પણ છોડવામાં નહીં આવે. સાથે જ તેમણે ફરીવાર આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડવાનું નિવેદન આપ્યું છે.

Dhandhuka Murder Case: 24 કલાકમાં 2ની ધરપકડ, ફરીવાર આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડાશે - ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
Dhandhuka Murder Case: 24 કલાકમાં 2ની ધરપકડ, ફરીવાર આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડાશે - ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

અમદાવાદ: ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા (Dhandhuka Murder Case)થી હાહાકાર મચી ગયો છે. ખુદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી મૃતક (Kishan Bharvad Murder Case) યુવકની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. ગૃહપ્રધાને સમાજના આગેવાનો અને પરિવાર સાથે વાતચીત કરી હતી.

બીજીવાર આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડાશે - ગૃહપ્રધાન

ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બગોદરા (Harsh Sanghavi At Bagodara) ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ ગૃહરાજ્યપ્રધાને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને પરિવારજનોને ઝડપથી ન્યાય મળશે તેવી ખાતરી પણ આપી હતી. ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, "કિશનભાઈની હત્યા બાદ અમદાવાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને માત્ર 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસનું રાજ્ય સરકાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કિશનભાઈને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રિય થઈ કાર્ય કરી રહી છે."

અમદાવાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી

20 દિવસની દીકરીને ન્યાય આપવામાં આવશે - હર્ષ સંઘવી
20 દિવસની દીકરીને ન્યાય આપવામાં આવશે - હર્ષ સંઘવી

તેમણે મૃતકના પરિવારને ઝડપથી ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 20 દિવસની દીકરીને ન્યાય આપવામાં આવશે અને સમગ્ર કેસની ઝડપથી તપાસ કરીને આ ઘટના સાથે સંકળાયેલા કોઈપણ લોકોને છોડવામાં નહીં આવે, તેમ ઉમેર્યું હતું. ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, 20 દિવસની માસૂમ દીકરીના પિતાની હત્યા (Crime In Dhandhuka Ahmedabad) કરવામાં આવતા તાત્કાલિક અલગ અલગ ટીમો લગાડવામાં આવે અને સાચી હકીકત સુધી પહોંચવામાં આવે તેવી લાગણી અમારા સુધી પહોંચી હતી માટે તાત્કાલિક નિર્ણય લઈને એક કલાકમાં પગલા લેવામાં આવ્યા હતા. સાથે સાથે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમોના માધ્યમથી જે પ્રકારે આ ઘટના બની તેના વિશે અલગ અલગ પાસાઓ ઉપર તપાસ ચાલું કરવામાં આવી હતી.

ATS અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે

ગુજરાત પોલીસ તમામ દિશાએ આ કેસમાં તપાસ કરી રહી છે.
ગુજરાત પોલીસ તમામ દિશાએ આ કેસમાં તપાસ કરી રહી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આ પ્રકારના કેસો ઉપર ઝડપથી તપાસ થાય અને ન્યાય મળે તે દિશામાં કાર્ય કરી રહી છે. આ કેસની તપાસ સારી રીતે થાય તે માટે ગુજરાતની ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) આ બાબતે અલગ-અલગ પાસા પર તપાસ કરી રહી છે. આ તકે ગૃહપ્રધાને કહ્યું કે, આ બાબતે ગુજરાતના સારામાં સારા વકીલને રાજ્ય સરકાર રોકશે અને કિશનભાઇના હત્યારાઓને સજા અપાવવામાં આવશે અને એમના પરિવારને ન્યાય અપાવવાની કામગીરી આગળ વધારવામાં આવશે.

ઝડપથી ન્યાય આપવામાં આવશે

વધુમાં તેમણે, ગુજરાત પોલીસ તમામ દિશાએ આ કેસમાં તપાસ કરી રહી છે અને આ બાબતે ઝડપથી ન્યાય આપવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ તકે રાજ્ય સરકારના ત્વરિત નિર્ણય અને અમદાવાદ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરીનો સમાજના લોકોએ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં

બંને હત્યારાઓ ધંધુકાના

હત્યા કરનારા બંને શખ્સ ધંધુકા (Crime In Dhandhuka Ahmedabad)ના જ હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા બંને શખ્સમાંથી એક હત્યારો ધંધુકામાં કારવૉશનું ગેરેજ ચલાવે છે. કિશનની હત્યામાં વપરાયેલી રિવોલ્વર કબજે કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. સોશિયલ મીડિયા પોસ્ટથી નારાજ થયેલા કેટલાક લોકોએ કિશનની હત્યા (Kishan Boliya Murder Case) કરી હતી.

આ પણ વાંચો: Murder Case In Bhavnagar : ભાવનગરમાં લગ્ન પ્રસંગે સ્થાનિક શખ્સોએ મહેમાનની કરી હત્યા

હત્યામાં અમદાવાદના મૌલવીની સંડોવણી

આ હત્યારા ઈસમોને રિવોલ્વર આપનારા અમદાવાદનો એક મૌલવી નીકળ્યો છે. તેણે એક રિવોલ્વર અને 5 કારતૂસ આપ્યા હતા. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. તો વળી અમદાવાદ ગ્રામ્ય પોલીસની સઘન તપાસમાં અમદાવાદ અને મુંબઈના 2 મૌલવીની સંડોવણી બહાર આવી છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કિશન ભરવાડના કેસ અંતર્ગત 2 શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારજનોને ખાતરી આપું છું કે તેમને ઝડપથી ન્યાય મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.