ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ

author img

By

Published : Dec 17, 2021, 11:20 AM IST

GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ
GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું (GSSSB Head Clerk Paper Leak 2021) હોવાનો મામલો ગરમાઈ રહ્યો છે. ત્યારે આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi on Paper Leak Case)પત્રકાર પરિષદ યોજી હતી. જોકે, તેમણે જણાવ્યું હતું કે, પેપર લીક કેસમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને આમાંથી 6 લોકોની ધરપકડ (Arrest of paper leak accused) કરવામાં આવી છે. જ્યારે 4 લોકોની તપાસ ચાલી રહી છે. એટલે કે આખરે 6 દિવસ પછી સરકારે પેપર લીક થયું હોવાનું કબૂલ્યું (Government admits leak of head clerk exam paper) હતું. બીજી તરફ અત્યારે આ પરીક્ષા રદ કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તો ગૌણ સેવા પસંદગી મંડળ પેપર પારદર્શકતાથી લેવામાં નિષ્ફળ નીવડ્યું છે તેવું સાબિત થયું છે.

ગાંધીનગરઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે (Home Minister Harsh Sanghvi on Paper Leak Case) જણાવ્યું હતું કે, પેપર લીક કરનારા 10 લોકો સામે પ્રાંતિજ પોલીસ ફરિયાદ (Police complaint against the accused in the prantij) નોંધવામાં આવી છે. જ્યારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાની પોલીસે પેપર લીક કેસની (Gandhinagar and Sabarkantha police investigation in paper leak case) તપાસ કરી હતી. ગૃહ રાજ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, ભૂતકાળમાં ક્યારેય ન લાગી હોય તેવી કડક કલમો આ આરોપીઓ સામે લગાવવામાં આવશે.

આ પણ વાંચો- GSSSB Paper Leak 2021: બિન સચિવાલય પેપર લીક મામલે આજે સાબરકાંઠામાં નોંધાઈ શકે છે ફરિયાદ

પેપર લીક થયાના સમાચાર આવ્યાને પ્રથમ દિવસે જ 10 લોકોની અટકાયત કરાઈ હતી

ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, મીડિયા અને સોશિયલ મીડિયામાંથી સરકારને માહિતી મળી હતી. ત્યારબાદ સાબરકાંઠા પોલીસ એક્ટિવ થઈ હતી. ગુજરાત પોલીસે 3 દિવસ સુધી અલગ અલગ તપાસ કરી હતી. આ તપાસમાં 16 ટીમ કામે લાગી હતી. જોકે, પોલીસે કોઈ પણ ડિક્લેરેશન કર્યા વગર જ પ્રથમ દિવસે જ આરોપીઓની અટકાયત કરી હતી. પેપર લીક કેસમાં 10 લોકો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો (Police complaint against the accused in the prantij) નોંધાયો હતો. તેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 4 લોકોની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો- Competitive Exam Paper Leak Case: સાબરકાંઠામાંથી વધુ 2 કાર મળી, ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને SPને ઈ-મેલ કરતા મામલો ગરમાયો

પરીક્ષા રદ કરવી કે નહીં તે પછી નિર્ણય થશે

ગૃહ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર કેટલા લોકો સુધી પહોંચ્યું છે. તે દિશામાં તપાસ ચાલી રહી છે. જોકે, અત્યારે પરીક્ષા રદ કરવી કે નહીં તે બાબતે બાદમાં નિર્ણય થશે. આપને જણાવી દઈએ કે, 88,000થી વધુ ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા (GSSSB Head Clerk Paper Leak 2021) આપી હતી. ત્યારે પેપર લીક થતા આ તમામ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને અપાયા હતા પૂરાવા

આપને જણાવી દઈએ કે, પેપર લીક કેસમાં યુવરાજ સિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને કેટલાક પૂરાવા આપ્યા હતા. સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. તો ગૃહ રાજ્યપ્રધાને પણ આ પૂરાવા આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.