ETV Bharat / city

Dhandhuka Murder Case : ગુજરાત ATS દ્વારા કિશન હત્યા કેસના આરોપીઓ સામે UAPA કલમ ઉમેરાઈ

author img

By

Published : Feb 1, 2022, 9:07 PM IST

Updated : Feb 2, 2022, 11:33 AM IST

Dhandhuka Murder Case
Dhandhuka Murder Case

કિશન ભરવાડ હત્યા કેસમાં ATS એ બુધવારે આરોપી મૌલાના અયુબ અને મૌલાના કમરગાની ઉસ્માની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ ઉમેરી છે.

અમદાવાદઃ ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ખુલાસો (kishan bharwad murder case update) સામે આવ્યો છે. વર્ષ 2002માં મૌલાના ઐયુબ ઉપર ગાંધીનગરમાં હુમલો થયો હતો અને તેનો બદલો લેવા તેણે આવું કર્યું હોવાની આશંકા છે. મહત્વનું છે કે, મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે તે પુસ્તક જઝબાતે શહાદત નામનું છે. પુસ્તક પણ શંકાના ઘેરામાં આવી ગયું છે. ડિસેમ્બર મહિનામાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. વિમોચનમાં ઉસ્માની અને શબ્બીર પણ હાજર હતાં. હવે ગુજરાત એટીએસ આ પુસ્તકને લઈને તપાસ કરી રહી છે કે પુસ્તકમાં શું લખ્યું છે, કોઈ વિવાદિત લખાણ છે કે કેમ તે અંગે (Dhandhuka Murder Case) તપાસવામાં આવશે.

એટીએસ દ્વારા સઘન તપાસ

ધંધુકા કિશન હત્યા કેસ (Dhandhuka Murder Case) મામલે તપાસ તેજ થઇ છે. વધુ લોકોને તપાસ માટે એટીએસ (Gujarat ATS Investigation) લાવવામાં આવ્યા છે. ઘટનાનું પ્લાનિંગ ક્યાં થયું હતું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. અજીમ હથિયાર જ્યાંથી લાવ્યો તેને લઈ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટીએસની ટીમ મૌલાનાને જમાલપુર તેના ઘેર તપાસ (kishan bharwad murder case update)માટે લઈ ગઈ હતી.

શબ્બીર અને ઈમ્તિયાઝે સતત ચાર દિવસ કિશનની રેકી કરી અને ત્યાર બાદ તેની હત્યા કરી દીધી
શબ્બીર અને ઈમ્તિયાઝે સતત ચાર દિવસ કિશનની રેકી કરી અને ત્યાર બાદ તેની હત્યા કરી દીધી

મદરેસામાંથી એરગન પણ મળી

જમાલપુરના મદરેસામાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન પણ મળી આવ્યાં છે. કિશન મર્ડર કેસના આરોપી એવા મૌલાના ઐયુબના ઘર નજીકના મદરેસામાંથી એક એર ગન અને ધાર્મિક પુસ્તક (kishan bharwad murder case update) મળી આવ્યાં છે.

ઘટનાક્રમ વિશે જાણો

આરોપી શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને કિશન ભરવાડની હત્યા (Dhandhuka Murder Case) કરી હતી. કિશન ભરવાડે 20 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ કરી હતી.. જેને લઈને કિશન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસમાં કિશનને જામીન મળી ગયા અને સમાધાન પણ થયું. પરંતુ કટ્ટરતાવાદી માનસિકતા ધરાવતા શબ્બીરને સમાધાન માન્ય ન હતું. આરોપીએ 25 જાન્યુઆરીના રોજ મિત્ર ઈમ્તિયાઝ સાથે કિશન ભરવાડનો પીછો કરીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા

કટ્ટરતાવાદી વિચારધારાને લઇ ષડયંત્ર

બન્ને આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે, શબ્બીરની કટ્ટરવાદી વિચારધારા છે. એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા દિલ્હીના એક મૌલાના સંપર્કમાં આવ્યો હતો. શબ્બીર મૌલાનાને મળવા મુંબઈ પણ ગયો હતો. ત્યારે ઇસ્લામ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરે તો તેનો વિરોધ કરવાનું જણાવ્યું હતું. આ દિલ્હીના મૌલાના દ્વારા શબ્બીર જમાલપુરના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાના સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા દિલ્હીના મૌલાના શાહઆલમ આવ્યાં ત્યારે મૌલાના ઐયુબ અને શબ્બીર પણ હાજર રહ્યાં હતાં. મૌલાના ઐયુબ ઇસ્લામ વિરોધી નિવેદન કરતા લોકો વિરુદ્ધ કામ કરતો હોવાનું ખુલ્યુ છે. શબ્બીર પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવે છે. જેથી ઘટનાના પાંચ દિવસ પહેલા શબ્બીર જમાલપુરના મૌલાના ઐયુબને મળવા ગયો અને કિશનની હત્યા (Dhandhuka Murder Case) કરવાની વાત કરી. આ હત્યાના ષડ્યંત્ર માં મૌલાના પિસ્તોલ અને પાંચ કાર્ટુસ શબ્બીરને આપ્યાં. હથિયાર લીધા બાદ શબ્બીર અને ઈમ્તિયાઝે સતત ચાર દિવસ કિશનની રેકી કરી અને ત્યાર બાદ તેની હત્યા કરી દીધી. આ મામલે અત્યાર સુધીમાં 2 મૌલવી સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોના નામ પણ (kishan bharwad murder case update) સામે આવી રહ્યાં છે.

કમર ગની ઉસ્માની મૌલાનાની પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો

કમર ગની ઉસ્માની મૌલાનાની પૂછપરછમાં મોટો ખુલાસો (kishan bharwad murder case update) સામે આવ્યો છે જેમાં તહરિક એ ફરોગ ઇસ્લામ નામે ચાલતા સંગઠનમાં 1000 થી વધુ લોકોને જોડવામાં ( Ahmedabad Crime News ) આવ્યા હતાં. ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 1000થી વધુ યુવાનોને કટ્ટરતા શીખવવા માટે જોડ્યા હોવાની વિગત સામે આવી છે. આ કેસમાં (Dhandhuka Murder Case) અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે. ત્યારે ats દ્વારા (Gujarat ATS Investigation) અનેક જગ્યાએ (kishan bharwad murder case update) તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Dhandhuka murder case: કેસની સંપૂર્ણ તપાસ ATSને સોંપાઈ, મૌલવી મહંમદ ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર

Last Updated :Feb 2, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.