ગુજરાત

gujarat

ગુજરાતના લોકો આ ચૂંટણી આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપશે ભાજપને મત: હેમંત બીસ્વા

By

Published : Nov 28, 2022, 8:41 PM IST

આસામના મુખ્યપ્રધાન (Chief Minister of Assam) હિમંતા બીસ્વા ગુજરાત ચૂંટણી (Gujarat Assembly Election 2022) પ્રચારને લઈને ગુજરાત આવ્યા છે ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકો આ ચૂંટણી ગુજરાતી નહીં પરંતુ આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને મત આપશે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ 450 થી પણ વધુ સીટ મેળવશે સાથે સાથે દિલ્હીમાં થયેલ લવજેહાદ તેમજ સિવિલ કોડ પર પણ પ્રહાર કર્યા હતા.

ગુજરાતના લોકો આ ચૂંટણી આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપશે ભાજપને મત: હેમંત બીસ્વા
ગુજરાતના લોકો આ ચૂંટણી આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપશે ભાજપને મત: હેમંત બીસ્વા

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી2022 (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ રાજકીય પાર્ટી પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના નેતા અને આસામના મુખ્યપ્રધાન (Chief Minister of Assam) હિંમતા બીસ્વા પણ આજ ગુજરાતપ્રવાસે આવ્યા છે જેમને કોંગ્રેસ મુદ્દે અને ગુજરાતના વિકાસ મુદ્દે મહત્વના નિવેદનો (Important statements on the development of Gujarat) આપ્યા હતા.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ 450 થી પણ વધુ સીટ મેળવશે સાથે સાથે દિલ્હીમાં થયેલ લવજેહાદ તેમજ સિવિલ કોડ પર પણ પ્રહાર કર્યા હતા.

ગુજરાત દેશને નવી દિશા બતાવી છેહેમંત બીસ્વા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી ને ગુજરાતની જનતાએ અદભુત સપોર્ટ કરી રહી છે. આ ગુજરાતની ચૂંટણી નથી, પરંતુ આવનાર 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી છે. ગુજરાત એક યુવરાજ્ય છે કે જે દેશને વિકાસની દિશા બતાવી રહી છે. ગુજરાતના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા તૈયાર થઈ રહ્યા છે. આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ 450થી પણ વધુ સીટો મેળવશે.

દેશમાં લવજેહાદ કાયદો લાવવો જરૂરી છેવધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં આફતાબ અને શ્રદ્ધા જે મામલો બન્યો હતો. તેના લીધે દેશમાં લવ જે હાથ ઉભો થઈ રહ્યો છે. દેશમાં હવે લવ જે હાથ પર કડક કાયદો હલાવો ખૂબ જ જરૂરી છે. દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) હોવો ખૂબ જ જરૂરી છે. બાબાસાહેબ આંબેડકરે પણ આ સિવિલ કોડ લાવવાની વાત કરી હતી, પરંતુ જવાલાલ નેહરૂએ આ સિવિલ કોડ લાવવાની મનાઈ કરી હતી. ગુજરાત ચૂંટણીમાં જનતાની પણ માંગ છે કે સિવિલ કોડ આવે અને આગામી દિવસમાં દેશમાં પણ ધીમે ધીમે યુનિફોર્મ સિવલી કોડ આવી જશે. આવી જશે.

કૉંગ્રેસના સમયમા આતંકવાદી હુમલા થતાં હતાંકોંગ્રેસ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં દેશની અંદર મોટા પ્રમાણમાં આતંકવાદી હુમલાઓ થતા હતા, પરંતુ 2014 બાદ દેશમાં આતંકવાદ નાબૂદ થયો છે. દેશના વડાપ્રધાને દેશની સુરક્ષા અને મજબૂત કરી છે. મજબૂત રીતે દેશનું નેતૃત્વ પણ પૂરું પાડી રહ્યા છે. ભાજપ એ 370ની કલમ હટાવી છે. ત્યારે વિપક્ષ આનો વિરોધ કરી રહી હતી.

ગુજરાત ઓલમ્પિક માટે તૈયારવધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત નેશનલ ગેમ્સ (Gujarat National Games) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગુજરાતમાંથી એક નવા ભારત માટે નવી દિશા બતાવી જઈ રહી છે. ગુજરાત હવે ઓલમ્પિક માટે પણ તૈયાર છે ગુજરાતમાં પણ હેલ્થમાં પાંચ લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. જેથી આવી ગરીબ વર્ગને પણ ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details