ETV Bharat / assembly-elections

વોટિંગ કેમ્પની વ્યવસ્થાથી કર્મચારીઓનું મતદાન, ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ક્યાં ગોઠવાયું જૂઓ

author img

By

Published : Nov 28, 2022, 7:30 PM IST

દેશમાં કોઈ પણ ચૂંટણી હોય પ્રથમ મતદાન કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ભાવનગરમાં પ્રથમ મતદાન ( Bhavnagar Police Voting ) થઈ ચૂક્યું છે. હવે પ્રજાએ મતદાન 1 તારીખના ( First Phase Poll ) રોજ કરવાનું રહેશે. ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ( Postal ballot voting in Bhavnagar ) વિશે વધુ જાણો.

વોટિંગ કેમ્પની વ્યવસ્થાથી કર્મચારીઓનું મતદાન, ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ક્યાં ગોઠવાયું જૂઓ
વોટિંગ કેમ્પની વ્યવસ્થાથી કર્મચારીઓનું મતદાન, ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન ક્યાં ગોઠવાયું જૂઓ

ભાવનગર ભાવનગરમાં પ્રથમ મતદાન થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી ( Bhavnagar Police Voting ) અને કર્મચારીઓએ પહેલા ચરણના મતદાનમાં ( First Phase Poll ) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ પોલીસ અધિકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનું પ્રથમ મતદાન ( Postal ballot voting in Bhavnagar ) કર્યું હતું.

મતદાન માટે કરવામાં આવી વ્યવસ્થા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત 25 નવેમ્બરે પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ હતી. ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગ ( Bhavnagar Police Voting ) માટે અલાયદા ત્રણ સેન્ટર પર પોલીસકર્મીઓએ પોસ્ટલ બેલેટ મતદાન ( Postal ballot voting in Bhavnagar ) માટે સવારથી લાઈન લગાવી હતી.

ભાવનગરમાં કયા કયા સ્થળે પ્રથમ મતદાન થયું ભાવનગર જિલ્લામાં 99-મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા, 100-તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા, 101-ગારીયાધાર બેઠક પર એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર, 102-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારીયાધાર રોડ- પાલીતાણા, 103-ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, વાઘાવાડી રોડ- ભાવનગર , 104 ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર અને 105- ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તેમજ પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગર ખાતે ( Postal ballot voting in Bhavnagar )મતદાન ( Gujarat Assembly Election 2022 ) થયું છે.

સરકારી ઓફિસીસમાં મતદાન ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, ( Bhavnagar Police Voting ) પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી- કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે, નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન ( Gujarat Assembly Election 2022 ) કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.