ગુજરાત

gujarat

AAP Tiranga Yatra Gujarat: અમદાવાદમાં AAPની તિરંગા વિજય યાત્રા

By

Published : Mar 15, 2022, 10:30 PM IST

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ભવ્ય વિજય ત્રિરંગા યાત્રા (AAP Triranga Yatra in ahemdabad )યોજાઈ હતી.આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં રાણીપના નીલકંઠ મહાદેવથી ગાંધી આશ્રમ સુધી વિજય યાત્રા યોજાઈ હતી. યાત્રામાં ઈશુદાન ગઢવી સહિત(AAP Tiranga Yatra Gujarat) અનેક કાર્યકર્તા જોડાયા હતા.

AAP Tiranga Yatra Gujarat: અમદાવાદમાં AAPની તિરંગા વિજય યાત્રા
AAP Tiranga Yatra Gujarat: અમદાવાદમાં AAPની તિરંગા વિજય યાત્રા

અમદાવાદઃ પંજાબમાં ભવ્ય વિજય મેળવ્યા (AAP wins in Punjab )બાદ આમ આદમી પાર્ટી સમગ્ર રાજ્યમાં વિજય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાંરાણીપના નીલકંઠ મહાદેવથી(AAP Triranga Yatra in ahemdabad ) ગાંધી આશ્રમ સુધી વિજય યાત્રા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીની વિજય યાત્રામાં ઈશુદાન ગઢવી સહિત અનેક કાર્યકર્તા જોડાયા હતા. આ વિજય યાત્રા ગુજરાત આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગેર હાજરી જોવા મળી હતી.

AAPની તિરંગા વિજય યાત્રા

ભાજપ સરકાર પર નિશાન -ઈશુદાન ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે પંજાબમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટી ઇતિહાસ સર્જ્યો છે. તેજ પ્રમાણે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ભવ્ય વિજય થશે તેવી(AAP Tiranga Yatra Gujarat) આશા વ્યક્ત કરી હતી. ઈશુદાન ગઢવી ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની ભ્રષ્ટાચારની નીતિ, મોઘવારી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે જેથી ગુજરાતની જનતા પાસે એક જ પાર્ટી છે જે ઈમાનદાર પાર્ટી હોય તો તે છે.આમ આદમી પાર્ટી.

આ પણ વાંચોઃAAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી

નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડવા ખુલ્લું આમંત્રણ -પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, નરેશ પટેલ એક ઈમાનદાર પાર્ટી છે. તે જો રાજકારણમાં આવવું હોય તો ભાજપ કે કોંગ્રેસ નહિ પણ આમ આદમી પાર્ટી એક સારો વિકલ્પ છે કેમ એક ઈમાનદાર વ્યક્તિ ઈમાનદાર પાર્ટીમાં જ શોભે તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃAAP Tiranga Yatra Gujarat: ઇમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે, તિરંગા યાત્રા પહેલાં બોલ્યા ગોપાલ ઇટાલિયા

ABOUT THE AUTHOR

...view details