ETV Bharat / state

Aap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

author img

By

Published : Mar 11, 2022, 1:26 PM IST

5 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પંજાબ અને યુપી પર સૌ કોઈની નજર હતી. આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. પંજાબમાં આપ પાર્ટીની(Aam Aadmi Party)સરકાર બની છે. સુરતમાં પણ આપ પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Aap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા
Aap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

સુરત: 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. પંજાબમાં આપ પાર્ટી( AAP win in Punjab)સરકાર બની છે. સુરતમાં પણ આપ પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આપ પાર્ટીના કાર્યલય બહાર આપના કાર્યકરો ઝુમી ઉઠ્યા હતા અને ફટકડા ફોડી(Aap celebration in Surat) ઉજવણી કરી હતી.

કાર્યકરો ઝુમી ઉઠ્યા

પંજાબમાં પહેલી વાર આમ આદમી પાર્ટી સરકાર બનાવી

5 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પંજાબ અને યુપી પર સૌ કોઈની નજર હતી. આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં યુપીમાં ફરી એક વખત બીજેપી સરકાર બનાવી રહી છે. તો બીજી તરફ પંજાબમાં આ( Surat Aam Aadmi Party)વખતે ના ભાજપ કે ના કોંગ્રેસ, પંજાબમાં પહેલી વાર આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતને સર કરવા રણનીતિ ઘડશે?

ફટકડા ફોડી મીઠાઈ વહેચી ઉજવણી

આપ પાર્ટીની પંજાબમાં સરકાર બનવા જઈ રહી છે. તેની ઉજવણી સુરતમાં પણ કરવામાં આવી હતી. સુરતમાં આપ પાર્ટીના કાર્યાલય ખાતે સવારથી કાર્યકરોનો જમાવડો થઇ ગયો હતો. બહુમત મળતા જ ઉજવણી કરાઈ હતી. અહી કાર્યકરો ડીજે અને ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા તેમજ ફટકડા ફોડી મીઠાઈ વહેચી ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ Assembly Election Result 2022: પંજાબમાં AAPની જીતથી ગુજરાતના નેતાઓ કાર્યકરોમાં ઉત્સાહ, ઇસુદાને કહ્યું ગુજરાતમાં પણ લહેર જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.