ગુજરાત

gujarat

WTC Final 2023 : ભારતીય ક્રિકેટ ટીમના પ્રેક્ટિસ સેશન પર એક નજર, જુઓ વીડિયો

By

Published : May 31, 2023, 3:01 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની ફાઈનલ રમવા માટે લંડન પહોંચી ગયા છે અને ટીમ ઈન્ડિયાએ અરુન્ડેલ કેસલ ક્રિકેટ ક્લબમાં તેનું ટ્રેનિંગ સત્ર શરૂ કર્યું છે.

Etv BharatWTC Final 2023
Etv BharatWTC Final 2023

લંડનઃઆગામી મહિને યોજાનારી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયન ટીમ વચ્ચે ટક્કર થવા માટે IPL 2023 પૂરી થતાંની સાથે જ ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ફાઇનલ રમવા લંડન પહોંચી ગયા છે. . મોટા ભાગના ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈને ત્યાંના હવામાનને અનુરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. 7-11 જૂન 2023 દરમિયાન ઈંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાનારી આ બીજી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ખૂબ જ રસપ્રદ હોવાની અપેક્ષા છે.

બોલરોની સાથે સાથે બેટ્સમેનોએ પણ હાથ અજમાવ્યો:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વતી તસવીરો અને વીડિયો શેર કરીને લોકોને ટીમની તૈયારીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. લંડન પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાએ અરુન્ડેલ કેસલ ક્રિકેટ ક્લબમાં ટ્રેનિંગ સેશન શરૂ કર્યું, જેમાં બોલરોની સાથે સાથે બેટ્સમેનોએ પણ હાથ અજમાવ્યો હતો. બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે, બોલરોની સાથે સાથે બેટ્સમેનોની તૈયારીનું સત્ર સારું ચાલી રહ્યું છે. બોલરોને વર્કલોડ પ્રમાણે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ખેલાડીઓ IPL મીને આવી રહ્યા છે:તે જ સમયે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે, ટીમના ખેલાડીઓ IPL જેવા અલગ-અલગ ફોર્મેટ રમીને આવી રહ્યા છે. તેથી જ તેઓ નવા વાતાવરણમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક સારા સત્રો રહ્યા છે અને ખેલાડીઓ પણ સારી તૈયારી કરી રહ્યા છે.

2 સ્પિનરો પ્લેઈંગ ઈલેવનમાં રમશે:ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બંનેને રાખી શકે છે. ઓફ સ્પિનર ​​અશ્વિન અને ટોપ ઓર્ડર ઓલરાઉન્ડર જાડેજા ઉપરાંત ભારતની 15 સભ્યોની ટીમમાં ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ સામેલ છે. આમાંથી માત્ર 2 સ્પિનરો પ્લેઈંગ ઈલેવનમાં રમશે.

આ પણ વાંચો:

  1. MS Dhoni :ધોની 5મું IPL ટાઇટલ જીત્યા બાદ ભાવુક થઇ ગયો, આગામી સિઝનમાં વાપસી કરવાનો સંકેત આપ્યો
  2. Ravindra Jadeja On MS Dhoni : રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈનું 5મું ટાઈટલ ધોનીને સમર્પિત કર્યું

ABOUT THE AUTHOR

...view details