ગુજરાત

gujarat

ENGvsWI: પહેલી ટેસ્ટ મૅચ પહેલા રુટે સ્ટોક્સને આપ્યો સંદેશ, કહ્યું- પોતાની રીતે કૅપ્ટનશીપ કરે

By

Published : Jul 8, 2020, 8:14 AM IST

સ્ટોક્સે કહ્યું કે, 'કાલે જ્યારે મેં મારું ફોટો શૂટ પુરું ક્યું, ત્યારે મને મારા માટે સૌથી સારો સંદેશો મળ્યો. રુટે મને સંદેશો મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, પોતાની રીતે રમો.'

Joe Root tells Ben Stokes to 'do it your way' ahead of England captaincey bow
Joe Root tells Ben Stokes to 'do it your way' ahead of England captaincey bow

સાઉથેમ્પટનઃ વેસ્ટ ઇન્ડિઝ સામે બુધવારે એજેસ બાઉલ પર શરુ થઇ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લેન્ડના કાર્યકારી કૅપ્ટન બેન સ્ટોક્સને ટીમના નિયમિત કૅપ્ટન જે રુટ તરફથી સંદેશો મળ્યો છે. મહત્વનું છે કે, રુટ પોતાના બાળકના જન્મને કારણે ત્રણ મૅચની સિરીઝના પહેલા મૅચમાં રમી રહ્યાં નથી. તેમની જગ્યાએ સ્ટોક્સ ટીમની કૅપ્ટનશીપ કરી રહ્યો છે.

સ્ટોક્સે લખ્યું કે, મને વધુ સલાહ આપવામાં આવી નથી, જો કે, ઘણા વિચારો સામે આવી રહ્યાં છે. સ્ટોક્સે કહ્યું કે, 'કાલે જ્યારે મેં મારું ફોટો શૂટ પુરું ક્યું ત્યારે મને મારા માટે સૌથી સારો સંદેશો મળ્યો. રુટે મને સંદેશો મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પોતાની રીતે રમો.'

તેમણે કહ્યું કે, હું બીજા લોકોની જેમ સલાહ લેવામાં ખચકાટ અનુભવતો નથી. રુટ અહીં નથી તો તેનો અર્થ એ નથી કે, હું તેમનો ઉપયોગ કરીશ નહીં. રુટ ખૂબ જ સારા વ્યક્તિ છે અને તે બીજા ખેલાડીઓ પાસેથી સલાહ લેતા રહે છે. એટલા માટે જો હું એવું નહીં કરું તો આ મુર્ખામી હશે. આપણી ટીમમાં કેટલાય અનુભવી ખેલાડી છે અને જો હું તેમની વાત નહીં શીખું તો એ સારું લાગશે નહીં.

England vs West Indies

બેન સ્ટોક્સે અત્યાર સુધી ઇંગ્લેન્ડ માટે 95 વનડે રમી છે. જેમાં તેમણે 40.64ના એવરેજ સાથે 2682 રન કર્યા છે. આ દરમિયાન તેણે ત્રણ શતક અને 20 અર્ધસતક લગાવ્યાં છે. વનડેમાં 70 વિકેટ પણ ઝડપી છે, આ ઉપરાંત સ્ટોક્સે 63 ટેસ્ટ અને 26 ટી-20 મૅચોમાં પણ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ક્રમશઃ 4056 અને 305 રન બનાવ્યાં છે. ટેસ્ટમાં 147 વિકેટ ફટકારી છે અને જ્યારે ટી-20માં અત્યાર સુધીમાં 14 વિકેટ ઝડપી છે.

ABOUT THE AUTHOR

...view details