ગુજરાત

gujarat

બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

By

Published : Mar 20, 2021, 11:32 AM IST

5 ટીમ આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે જેના મેન્ટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પોતાની ઓળખાણ ધરાવતા જાણિતા ચહેરાઓ છે. ઉલ્લેખનીય છે કે બીસીએલનો ઉદેશ્ય બિહારમાં ક્રિકેટ પ્રતિભાઓને આગળ લાવવાનો છે.

બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન
બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

  • બિહારમાં બીસીએલનું આયોજન
  • પટનામાં 6 દિવસ ચાલશે ક્રિકેટ મેચ
  • બિહારમાંથી ક્રિકેટ પ્રતિભાઓને આગળ લાવવાનો પ્રયત્ન

ન્યૂઝ ડેસ્ક: બિહારની રાજધાની પટનામાં શનિવારથી બિહાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જે આઇપીએલ ફોર્મેટ પર આધારિત છે. આ ટૂર્નામેન્ટનું ઉદ્દઘાટન બિહારના રાજ્યપાલ કરશે અને આ પ્રસંગે હરિયાણા એક્સપ્રેસ તરીકે જાણિતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ ઉપસ્થિત રહેશે.

વધુ વાંચો:ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી બદલ શ્વેતા વર્માને ઉત્તરાખંડના મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા

ઉલ્લેખનીય છે કે 20 માર્ચથી શરૂ થતી આ ટૂર્નામેન્ટ 26 માર્ચ સુધી ચાલશે જેમાં પટના પાઇલેટ્સ, અંગિકા અવેંજર્સ, ભાગલપુર બુલ્સ, ગયા ગ્લેડિએટર્સ અને દરભંગા ડાઇમંડનો સમાવેશ થાય છે. ડૈની મોરિસ, સનત જયસૂર્યા, દિલશાન જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ આ ટીમના મેન્ટર છે. જે તેમને વિશેષ માર્ગદર્શન આપશે.

વધુ વાંચો:મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા

આ તમામ મેચને એક જાણિતી સ્પૉટ્સ ચેનલ પર પ્રસારિત પણ કરવામાં આવશે. ટૂર્નામેન્ટના વિજેતાને 15 લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવશે. રનર અપ ટીમને 10 લાખ રૂપિયાનું ઇમાન આપવામાં આવશે. અન્ય ટીમને 2-2 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details