ગુજરાત

gujarat

saba azad sings begali song: રૂમર્ડ લેડી લવ સબા આઝાદની હૃતિક રોશને કરી આ અંદાજમાં પ્રશંસા

By

Published : Mar 7, 2022, 12:32 PM IST

રવિવારે સબા આઝાદે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સત્યજીત રેની ફિલ્મ 'ગુપી ગાયને બાઘા બાય'નું ગીત ગાતી જોવા મળે (saba azad sings begali song) છે. સબાના ઘણા પ્રશંસકો અને સેલિબ્રિટીઓએ તેની ગાયકીના વખાણ કર્યા છે. રૂમર્ડ લેડી લવની ગાયન કૌશલ્યથી પ્રભાવિત થઈ હૃતિક રોશને પણ સબાની પ્રશંસા કરી પ્રતિક્રિયા આપી છે.

saba azad sings begali song: રૂમર્ડ લેડી લવ સબા આઝાદની હૃતિક રોશને કરી આ અંદાજમાં પ્રશંસા
saba azad sings begali song: રૂમર્ડ લેડી લવ સબા આઝાદની હૃતિક રોશને કરી આ અંદાજમાં પ્રશંસા

ન્યૂઝ ડેસ્ક: રવિવારે સબા આઝાદે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સત્યજીત રેની ફિલ્મ 'ગુપી ગાયને બાઘા બાય'નું ગીત ગાતી જોવા મળે (saba azad sings begali song) છે. સબાના આ કૌશલ્યના હર કોઇ વખાણ કરી રહ્યું છે, ત્યારે રૂમર્ડ લેડી લવની ગાયન કૌશલ્યથી પ્રભાવિત થઈને, હૃતિક રોશને પણ કહી જ દીધુ કે, "તમે એકદમ અસાઘારણ વ્યકિતત્વ ધરાવો છો." હૃતિક રોશનની આ કોમેન્ટ પર સબાએ જવાબમાં કહ્યું કે, "તમે પણ દયાળુ સ્વભાવનો છો".

saba azad sings begali song: રૂમર્ડ લેડી લવ સબા આઝાદની હૃતિક રોશને કરી આ અંદાજમાં પ્રશંસા

આ પણ વાંચો:Divya Agarwal varun sood breakup: દિવ્યા અગ્રવાલે કરી તે્ના રિલેશનશિપને લઇ જાહેરાત, કહ્યું....

આ મુલાકાતે આપ્યું અફવાને જોર

આ પહેલીવાર નથી, જ્યારે હ્રતિકે સોશિયલ મીડિયા (Social Media) પર સબાની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ હ્રતિકે તેની પ્રશંસા કરી છે. ઉપરાંત, સબા થોડા દિવસ પહેલા જ હૃતિક રોશનના પરિવાર સાથે જોવા મળી હતી. જેને ફેન્સની આતુરતા વધારી દીધી છે કે,શું બન્ને રિલેશનશિપમાં છે? જો કે આ અફવા પરથી હજુ પડદો ઉઠ્યો નથી.

હૃતિક રોશન આ ફિલ્મમાં મળશે જોવા

હૃતિક રોશનનીની આગામી ફિલ્મની (Hritik Roshan upcoming Films) વાત કરીએ તો, તે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે. આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે હૃતિક રોશન વિક્રમ વેધામાં પણ જોવા મળશે.

આ પણ વાંચો:Anupam Kher 67nth Birthday: અનુપમ ખેરે શેર કરી તસવીર, ફેન્સે કહ્યું....

ABOUT THE AUTHOR

...view details