ETV Bharat / sitara

Anupam Kher 67nth Birthday: અનુપમ ખેરે શેર કરી તસવીર, ફેન્સે કહ્યું....

author img

By

Published : Mar 7, 2022, 11:28 AM IST

વર્સટાઇલ અભિનેતા અનુપમ ખેર આજે તેમનો 67મો બર્થડે (Anupam Kher 67nth Birthday) સેલિબ્રેટ કરી રહ્યાં છે, ત્યારે આ ખાસ દિવસ નિમિતે અનુપમ ખેરે તેના સોશિયલ મીડિયા (Social Media) પર તેની ટોન બોડીની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે તેના સપના અંગે વાત કરી છે.

Anupam Kher 67nth Birthday: અનુપમ ખેરે શેર કરી તસવીર, ફેન્સે કહ્યું....
Anupam Kher 67nth Birthday: અનુપમ ખેરે શેર કરી તસવીર, ફેન્સે કહ્યું....

મુંબઈ: પીઢ અભિનેતા અનુપમ ખેર માટે ઉંમર માત્ર એક નંબર છે. આજે સોમવારે તેણે 67 વર્ષના તબક્કામાં દસ્તક (Anupam Kher 67nth Birthday) દીધી છે. આજે પણ તેનામાં એક અલગ જુસ્સો ઉત્સાહ, ઉર્જા અને અભિનય છે, જેનો યુવા પેઢીમાં પણ અભાવ છે. તેના જન્મદિવસ પર, ખેરે સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર શેર કરી અને તેના ફિટનેસ વિઝયુલ અંગે જણાવ્યું છે.

અનુપમ ખેરે તેના સપના અંગે કર્યો ખુલાસો

તસવીરો શેર કરી અનુપમ ખેર, એક દિવસ ફિટ બોડી હાંસલ કરવાના તેના વિઝન વિશે વાત કરે છે. મને જન્મદિવસની શુભકામનાઓ! આજે, જ્યારે હું મારું 67મું વર્ષ શરૂ કરી રહ્યો છું, ત્યારે હું મારા માટે એક નવું વિઝન રજૂ કરવા માટે પ્રેરિત અને ઉત્સાહિત છું! આ તસવીરો છેલ્લાં બે વર્ષમાં મેં કરેલી ધીમી પ્રગતિનું ઉદાહરણ છે. 37 વર્ષ પહેલાં એક એવા યુવા અભિનેતાને મળ્યા હતા, જેણે અત્યંત બિનપરંપરાગત રીતે ડેબ્યૂ કર્યું હતું અને એક 65 વર્ષીય વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મેં એક કલાકાર તરીકે દરેક નવા માર્ગને શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એક સપનું છે, જે મારી અંદર હંમેશા હતું પણ તેને પૂરુ કરવા માટે ક્યારેય કંઈ કર્યું નથી,"

આ પણ વાંચો: એવોર્ડ ગાલામાં આ અભિનેત્રીઓએ બનાવ્યો માહોલ, જુઓ ફોટોઝ

મારી ફિટનેસને ગંભીરતાથી લેવીએ મારુ સપનુ

આ સાથે એ પણ વાત કહે છે કે, "મારી ફિટનેસને ગંભીરતાથી લેવાનું અને મારી જાતને શ્રેષ્ઠ લુક આપવો એ મારું સપનું હતું. આ સંજોગોમાં મેં આ માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું છે અને હું આ પ્રવાસ તમારી સાથે શેર કરવા માંગુ છું. હું મારા સારા દિવસો અને ખરાબ દિવસો શેર કરીશ. મને આશા છે કે, એક વર્ષ પછી, આપણે સાથે મળીને નવા લુક સાથે બર્થડે ઉજવીશું. મને શુભેચ્છા આપો! આ 2022. #YearOfTheBody. જય હો! #KuchBhiHoSaktaHai #HappyBirthdayToMe."

ફેન્સે કરી આવી કોમેન્ટ

ખેરની આ તસવીરોએ નેટીઝન્સને અચંબિત કરી દીધા છે. અનુપમ ખેરની આ તસવીર પર એક સોશિયલ મીડિયા યૂઝરે કહે છે કે, "જન્મદિવસ મુબારક માય પ્રિય લિજેન્ડ #યંગ મેન, મારી સ્વસ્થ શુભેચ્છાઓ તમારી સાથે છે," હેપ્પી બર્થડે સર. ભગવાન તમને લાંબી ઉંમપ પ્રદાન કરે અને તમે આજ રીતે ફિટ એન્ડ ફાઇન દેખાવ. બીજો એક યૂઝર કહે છે કે, 25 વર્ષના હોય તે રીતે એકદમ ફિટ લાગી રહ્યાં છો.

આ ફિલ્મમાં નજર આવશે ખેર

અનુપમ ખેરની આગામી ફિલ્મની (Anupam Kher Upcoming Films) વાત કરીએ તો ફેન્સ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહારની આસપાસ ફરે છે. તે 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: sonakshi sinha reaction on viral picture: સલમાન ખાન સાથે લગ્નની અફવા પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન, કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.