ETV Bharat / sitara

Divya Agarwal varun sood breakup: દિવ્યા અગ્રવાલે કરી તે્ના રિલેશનશિપને લઇ જાહેરાત, કહ્યું....

author img

By

Published : Mar 7, 2022, 11:28 AM IST

રિયાલિટી ટીવી સ્ટાર્સ દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદ ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાં અને હવે તેનું બ્રેકઅપ (Divya Agarwal varun sood breakup) થઈ ગયા છે. આ માહિતી દિવ્યા અગ્રવાલે ખુદ તેના સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર શરે કરી આપી છે. આ ઉપરાંત, આ મામલે ટવિટર પર નેટીઝન્સની કોમેન્ટ પર જડબાતોડ જવાબ પણ આપ્યો છે.

Divya Agarwal varun sood breakup: દિવ્યા અગ્રવાલે કરી તે્ના રિલેશનશિપને લઇ જાહેરાત, કહ્યું....
Divya Agarwal varun sood breakup: દિવ્યા અગ્રવાલે કરી તે્ના રિલેશનશિપને લઇ જાહેરાત, કહ્યું....

ન્યૂઝ ડેસ્ક: રિયાલિટી ટીવી સ્ટાર્સ દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદ ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાં અને હવે તે અલગ થઈ ગયા (Divya Agarwal varun sood breakup) છે. જેની જાણકારી દિવ્યા અગ્રવાલે તેના સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલના માધ્મથી આપી હતી. આ સાથે દિવ્યાએ એક ટીકા મામલે નેટીઝન્સની નિંદા કરી હતી.

ક્લોઝ-અપ તસવીર શેર કરી કહ્યું...

દિવ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક ક્લોઝ-અપ તસવીર શેર કરી કહ્યું, "જીવન એક એવું સર્કસ છે, જ્યાં દરેકને ખુશ રાખવાનો પ્રયાસ રાખો, કંઈપણ સાચું ન હોય તેવી અપેક્ષા રાખો, પરંતુ જ્યારે સેલ્ફ પ્રેમ ઘટવા લાગે, ત્યારે શું થાય છે ??" મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, તેના માટે હું કોઈને જવાબદાર ગણતી નથી. મને લાગે છે કે, મે કામ કર્યું છે અને તે ઠીક છે.. હું મારા માટે જીવવા માંગુ છું.. તે ઠીક છે!" આ સાથે દિવ્યા તેનું બ્રેક અપ વિશે કહે છે કે, "હું ઔપચારિક રીતે જાહેર કરું છું કે, હું આ જીવનમાં એકલી છું અને હું લાઇફમાં ઈચ્છું છું તે રીતે જીવવા માટે મારો સમય કાઢવા માંગુ છું! હંમેશા આ માટેના મોટા નિવેદનો કે કારણ આપવા જરૂરી નથી. તેમાંથી બહાર નીકળવું એ મારી પસંદગી છે."

આ પણ વાંચો: Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના

દિવ્યાએ કહ્યું...

બિગ બોસ OTT વિજેતાએ છેલ્લે કહે છે કે, સૂદ હંમેશા મારો સારો મિત્રો રહેશે. "હું તેની સાથે વિતાવેલી બધી પળોને ખરેખર મૂલ્યવાન અને પ્રેમ કરું છું. તે એક મહાન વ્યક્તિ છે! તે હંમેશા મારો શ્રેષ્ઠ મિત્ર રહેશે, કૃપા કરીને મારા નિર્ણયનો આદર કરો," અગ્રવાલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વરુણ સૂદ માટે એક સંદેશ પણ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું, "બધા માટે વરુણનો આભાર. હંમેશા સારા મિત્રો રહીશ."

દિવ્યાએ ટવિટર પર ટીકાકારોની કરી નિંદા

તેના બ્રેક-અપની જાહેરાત પછી, સોશિયલ મીડિયાના એક વિભાગે વરુણને બ્રેક અપ માટે જવાબદાર ઠેરવ્યો છે. આ અંગે દિવ્યાએ ટવિટર પર પ્રતિક્રિયા આપી કે, વરુણ એક "પ્રામાણિક માણસ" છે અને લોકોને "કચરો" બોલવાનું બંધ કરવા વિનંતી કરી. વરુણનો બચાવ કરતાં તેણીએ લખ્યું, "વરુણના પાત્ર વિશે કંઈપણ કહેવાની કોઈની હિંમત નથી.. દરેક છૂટાછેડા પાત્રને કારણે નથી થતા! તે એક પ્રામાણિક માણસ છે! એકલા રહેવાનો મારો નિર્ણય છે. કોઈને કંઈ પણ બકવાસ કરવાનો અધિકાર નથી! જીવનમાં આવા નિર્ણયો લેવા માટે તાકાત જોઇએ.

2018માં પ્રેમ બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ

તેમના અલગ થવાના સમાચાર તેમના ઘણા ચાહકો અને અનુયાયીઓ માટે આઘાત સમાન હતા. 2018 માં MTV પર પ્રસારિત થયેલા ટીવી રિયાલિટી શો Ace of Space ના સેટ સાથે બન્ને પ્રેમ થયો હતો. સૂદે રિયાલિટી શોમાં અગ્રવાલ પ્રત્યેના તેમના પ્રેમની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: shane warne Passes Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.