ગુજરાત

gujarat

Russia ukrain War: રશિયા સામે નેટફ્લિક્સે ભર્યુ આ કડક પગલુ

By

Published : Mar 3, 2022, 12:45 PM IST

રશિયા અને યૂક્રેનના યુદ્ધ (Russia ukrain War) ને આજે ગુરુવારે આઠમો દિવસ છે,ત્યારે જો બાઇડન બાદ હવે નેટફ્લિક્સે રશિયા સામે કડક પગલા લીધા (Netflix Action Against Russia) છે. નેટફ્લિકસે રશિયાના કાયદાની અવગણના કરી છે. આ સાથે જ તેને એક નિવેદન પણ આપ્યું છે.

Russia ukrain War: રશિયા સામે નેટફ્લિક્સે ભર્યુ આ કડક પગલુ
Russia ukrain War: રશિયા સામે નેટફ્લિક્સે ભર્યુ આ કડક પગલુ

ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યૂક્રેનના યુદ્ધ (Russia ukrain War) ને આજે ગુરુવારે આઠમો દિવસ છે. આ સંજોગોમાં નેટફ્લિક્સે રશિયા સામે કડક પગલા લીધા (Netflix Action Against Russia) છે. નેટફ્લિક્સે તેના નિવેદનમાં કહ્યું છે કે, તે રશિયાની કોઇ પણ ચેનલ કે કોઇ પણ પ્રકારની સામગ્રીને તેના પ્લેટર્ફોમ પર દેખાડશે. આ પગલાથી તેને રશિયાના કાયદાની અવગણના કરી છે.

રશિયા-યૂક્રેન યુદ્ધને આજે આઠમો દિવસ

રશિયા સતત આઠ દિવસથી યૂક્રેન પર મિસાઈલો છોડી રહ્યું છે. રશિયાના આ હઠીલા અને અમાનવીય વલણને જોતા ઘણા દેશો તેની વિરુદ્ધમાં આવી ગયાં છે. કેટલાક દેશોએ રશિયાને આર્થિક રીતે પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો તો કેટલાકે રશિયાને તેલની સપ્લાય પર પ્રતિબંધ લાદી દીધો હતો. અગાઉ, ગૂગલે રશિયામાં ઘણી ચેનલોને બ્લોક કરી દીધી હતી. નેટફ્લિક્સના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને જોતાં, અમારી સેવામાં રશિયાની ચેનલોને ઉમેરવાની અમારી કોઈ યોજના નથી."

આ પણ વાંચો:Shradhha Kapoor Birthaday: જુઓ બોલિવૂડની બાર્બી ગર્લના બાળપણની કેટલીક અનદેખી તસવીરો

રશિયા સામે પૂરી દુનિયા એક થઇ

નેટફ્લિક્સે યૂક્રેન પર રશિયાના હુમલાના એક અઠવાડિયા પછી રશિયન ચેનલોને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ નેટફ્લિક્સના પ્રવક્તાએ એ જણાવ્યું નથી કે, કંપનીએ સરકારી ચેનલોનું પ્રસારણ ન કરવાના નિર્ણય વિશે રશિયન સત્તાવાળાઓને જાણ કરી હતી કે કેમ. તમને જણાવી દઈએ કે, Netflixની રશિયામાં કોઈ ઓફિસ નથી.

આ સોશિયલ પ્લેટર્ફોમે પણ લીધા એક્શન

અગાઉ, નેટફ્લિક્સ ઉપરાંત, ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબે પણ રશિયન રાજ્યની માલિકીના તમામ આઉટલેટ્સને યુક્રેન પર રશિયન યુદ્ધ વિશે નકલી સમાચાર ફેલાવવાથી અવરોધિત કર્યા હતા.

આ પણ વાંચો:prithviraj New Date Release: અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'ની તારીખ ફરી બદલી, જાણો નવી રિલીઝ ડેટ

ABOUT THE AUTHOR

...view details