ETV Bharat / sitara

prithviraj New Date Release: અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'ની તારીખ ફરી બદલી, જાણો નવી રિલીઝ ડેટ

author img

By

Published : Mar 3, 2022, 11:40 AM IST

અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ (Akshay kumar instagram Account) પર 'પૃથ્વીરાજ'ની નવી રિલીઝ ડેટ (prithviraj New Date Release ) વિશે માહિતી આપી છે. આ સાથે જ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ કરવામાં આવશે, જાણો આ ફિલ્મ વિશે...

prithviraj New Date Release: અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'ની તારીખ ફરી બદલી, જાણો નવી રિલીઝ ડેટ
prithviraj New Date Release: અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'ની તારીખ ફરી બદલી, જાણો નવી રિલીઝ ડેટ

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ 'પૃથ્વીરાજ' આ તારીખે હિન્દી, તમિલ અને તેલુગુમાં જૂનમાં રિલીઝ (prithviraj New Date Release ) થઈ રહી છે. અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા પર (Akshay kumar instagram Account) ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ OTT પર નહીં, પરંતુ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

જાણો ફિલ્મ એક્ટરો વિશે

અક્ષય કુમાર અને મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ 'ની નવી રિલીઝ ડેટ ફરી એકવાર સામે આવી છે. આ ફિલ્મ આ વર્ષે જૂનમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષના જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી.

આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

હવે ફિલ્મ 'પૃથ્વીરાજ' 3 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે, અગાઉ આ ફિલ્મને 10 જૂને રિલીઝ કરવાનો મેકર્સ દ્વારા નિર્ણય લેવાયો હતો, તારીખમાં આ તમામ ફેરફારો કોવિડ-19ને પગલે થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: સામંથા રૂથ પ્રભુના એક્સ હસબન્ડ નાગા ચૈતન્ય હવે આ રસ્તા તરફ વળ્યો

ફિલ્મ પિલીઝ માત્ર ,સિનેમાઘરોમાં જ

અક્ષય કુમારે જણાવ્યું કે, ફિલ્મ 'પૃથ્વીરાજ' 3જી જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. સાથે જ તેણે ફિલ્મના કેટલાક નવા પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ OTT પર નહીં, પરંતુ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

વારંવાર ફિલ્મની તારીખ બદલવાનું આ કારણ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'ને લઈને હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં ઉલ્લેખ હતો કે, 'પૃથ્વીરાજ ' એક મહાન સમ્રાટ હતા અને ફિલ્મનું ટાઈટલ માત્ર 'પૃથ્વીરાજ' રાખવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે.

અરજીમાં કરાયો હતો આ ઉલ્લેખ

અરજીમાં ફિલ્મનું નામ 'મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ અરજી નેશનલ કાઉન્સિલ ઓફ માઇગ્રન્ટ્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, અરજદારે કહ્યું હતું કે જે રીતે મહાન યોદ્ધા પૃથ્વીરાજના નામનો ફિલ્મના શીર્ષકમાં કોઈપણ સન્માનજનક સંબોધન વિના ઉપયોગ કરાયો છે, તે ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી

અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ફિલ્મનું નામ મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું નામ આપવામાં આવે. જોકે દિલ્હી હાઈકોર્ટે અરજીની અવગણના કરતા આ પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.

આ પણ વાંચો: Aryan Khan Drugs Case : આર્યન ખાન ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, SIT ના રિપોર્ટથી મળી શકે છે રાહત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.