ગુજરાત

gujarat

કિરણ ખેર 'મલ્ટીપલ માયલો' નામક બિમારીની સારવાર માટે મુંબઈમાં છે, ચંદીગઢ ભાજપ પ્રમુખે આપી માહિતી

By

Published : Apr 1, 2021, 3:37 PM IST

ચંદીગઢ BJP અધ્યક્ષ અરુણ સૂદે એક પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે, કિરણ ખેર 'મલ્ટીપલ માયલો' નામની બિમારીથી પીડાઈ રહ્યા છે, જેના કારણે તેઓ મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. સૂદે કોંગ્રેસને આ મુદ્દાને રાજકીય મુદ્દો ન બનાવવાની સલાહ આપી છે.

ચંદીગઢમાં કિરણ ખેર ગુમ થવાના પોસ્ટરો લાગતા પ્રદેશ પ્રમુખે કહ્યું
ચંદીગઢમાં કિરણ ખેર ગુમ થવાના પોસ્ટરો લાગતા પ્રદેશ પ્રમુખે કહ્યું

  • ચંદીગઢના સાંસદ છેલ્લા કેટલાય સમયથી હતા ગાયબ
  • વિપક્ષ દ્વારા સાંસદ ગુમ થયા હોવાના લગાવાયા પોસ્ટરો
  • ચંદીગઢ BJP પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજીને કરી ચોખવટ

ચંદીગઢ: કિરણ ખેર ઘણા સમયથી ચંદીગઢમાં નથી. જેના કારણે વિપક્ષે ભાજપના સાંસદ કિરણ ખેર પર પ્રહાર કર્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપને નિશાન બનાવીને સતત કહી રહી છે કે, તેમના સાંસદો મુશ્કેલ સમયમાં શહેર છોડીને મુંબઇ જઈને તેમના ઘરે બેઠા છે.

વારંવાર હોસ્પિટલ જવાનું હોવાથી તેઓ મુંબઈમાં છે

આ મામલે ચંદીગઢ BJPના અધ્યક્ષ અરૂણ સૂદે કહ્યું કે, નવેમ્બરમાં તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું, ત્યારબાદના એક મહિના માટે તેમની GHMC હોસ્પિટલ અને PGIમાં સારવાર કરવામાં આવી હતી. PGIમાં સારવાર દરમિયાન જાણવા મળ્યું કે, તે 'મલ્ટીપલ માયલો' નામની ગંભીર બીમારીથી પીડિત છે. તેની અસર તેમના બોનમેરો પર પડી રહી છે, આ ઘટના બાદ ડિસેમ્બરમાં તેમને ચંદીગઢથી મુંબઇની કોકિલા બેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ તે જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જો કે, તે હાલ દોડી રહ્યા છે. હાલ તેમની પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ ચંદીગઢ આવવા માટે સક્ષમ નથી. કારણ કે, તેમને અઠવાડિયામાં એક વખત હોસ્પિટલમાં જવું પડે છે.

  • કેન્સર અંગેની માહિતી મેળવવાઅહીંક્લિક કરો…

આ ઘટના અત્યંત દુર્ભાગ્ચપૂર્ણ કહેવાય

વિપક્ષી પાર્ટિયો પર નિશાનો તાકતા અરૂણ સૂદે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી કિરણ ખેર વિરુદ્ધ જે રીતે પ્રચાર કરી રહી છે અને ગુમ થયાના પોસ્ટરો લગાવી રહી છે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

ABOUT THE AUTHOR

...view details